દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી:વલસાડની પારડીની માંગેલવાડ જેટ્ટી પાસેથી બોટમાંથી દારૂ ઝડપાયો, સંઘપ્રદેશ દમણથી લવાયો હોવાનો ખુલાસો

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ઘરપકડ કરી, પિતા અને કાકાને વોન્ટેડ જાહેર કર્યા

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમને એક બોટમાં દમણથી દારૂનો જથ્થો લાવી જેટ્ટી ઉપર બોટ ખાલી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પારડી પોલીસે ચેક કરતા પારડી પોલીસે પીકઅપ ટેમ્પો અને બોટમાંથી કુલ 1632 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપીના પિતા અને કાકા સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પારડી પોલીસે 5.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા રાજ્ય પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશના કુલ 24 મુખ્ય માર્ગો ઉપર વલસાડ જિલ્લા પોલીસે ચેકપોસ્ટ બનાવી કડકાઇથી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઈને બુટલેગરો પણ દારૂનો જથ્થો ઠાલવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જે તમામ પ્રયાસોને વલસાડ જિલ્લા પોલોસ દ્વારા નિષ્ફળ બનાવવા પ્રયાસો કરીને બુટલેગરો અને ખેપિયાઓ સામે વલસાડ પોલીસ દ્વારા કડકાઇથી કાયદાવાડી કરીને આરોપીઓને ગુજરાતના દારૂબંધીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના ઉમરસાડી માંગેલવાડ નવી જેટી પર બુટલેગરો દ્વારા દમણથી બોટમાં દારૂનો જથ્થો ભરીને દરિયાઈ માર્ગે દેવકીનંદન બોટ ન. GJ-15-MM-001386માં ત્રણ ઈસમો દારૂનો જથ્થો લઈને પારડી ઉમરસાડી ખાતે આવ્યા હોવાની બાતમી મળી હતી. અને જેટ્ટી ઉપરથી દારૂ નો જથ્થો ને સગેવગે કરવા માટે બોલેરો પીકઅપ ન. GJ-15-AT-1280 મારફતે જિલ્લાના અનેક જગ્યાએ માલ સગેવગે કરવાના હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પારડી પોલીસની ટીમે માંગેલવાડ નવી જેટ્ટી ખાતે રેડ કરી બાતમી વાળો પીકઅપ ટેમ્પો, બોટ બંન્નેમાંથી મળી કુલ 1632 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે પીકઅપ ચાલક વિજય પ્રભુભાઈ માંગેલાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ ને આવતા જોઈ 2 ઈસમો ભાગી છૂટ્યા હતા.

પારડી પોલીસે તપાસ કરતા દારૂની બોટલ નંગ 1632 જેની કી.રૂ. 1.03 લાખ, બોટ અને પીકઅપ ટેમ્પો મળી કુલ 5.53 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જયારે ઝડપાયેલ આરોપીના પિતા અને કાકા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે પ્રભુ કાળીદાસ માંગેલા અને પ્રદીપ પ્રભુ માંગેલા તેમજ દારૂ નો જથ્થો ભરાવી આપનાર દમણના વિશાલ ટંડેલ મળી કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...