• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Akshay And Jacqueline Arrive At Daman Airport For Shooting Of Ramsetu Movie, Shooting Will Be Done At Nargol And Daman Beach

ગુજરાતમાં 'રામસેતુ' ફિલ્મનું શૂટિંગ:અક્ષય કુમાર અને જેક્લિન ફર્નાન્ડિઝ દમણ એરપોર્ટ પહોંચ્યાં; શ્રીલંકામાં શૂટિંગની મંજૂરી ના મળતાં નારગોલ બીચ પર શોટ લેવાશે

વલસાડ13 દિવસ પહેલા
અક્ષયની રામસેતુ ફિલ્મનું શૂટિંગ પહેલાં શ્રીલંકામાં થવાનું હતું બાદમાં ગુજરાતના ઉમરગામના લોકેશનને પસંદ કરવામાં આવ્યું છે.
  • અક્ષય અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું
  • દમણ કોસ્ટગાર્ડની ટીમે કર્યું અક્ષય અને જેક્લિનનું સ્વાગત

અભિનેતા ખિલાડી અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ રામસેતુ માટે ઉમરગામના નારગોલ અને દમણ બીચ ખાતે શૂટિંગ કરવા અભિનેત્રી જેક્લિન સાથે ગઈકાલે સોમવારે મોડી સાંજે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો.

દમણ એરપોર્ટ પર અક્ષય કુમાર પહોંચ્યો.
દમણ એરપોર્ટ પર અક્ષય કુમાર પહોંચ્યો.

નોંધનીય છે કે અક્ષય કુમાર અને જેક્લિનની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયાકિનારાની પસંદગી થઈ હતી, પરંતુ શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈન્સને લઈને ફિલ્મના શૂટિંગ માટે પ્રોડક્શન હાઉસને પરમિશન ન મળતાં ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી હતી.

અક્ષય કુમાર અને જેક્લિન ફિલ્મ શૂટિંગ માટે પહોંચ્યાં.
અક્ષય કુમાર અને જેક્લિન ફિલ્મ શૂટિંગ માટે પહોંચ્યાં.

અક્ષયની રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્ત્વના ભાગોનું શૂટિંગ અહીંના બીચ પર કરવામાં આવશે, જેના માટે અક્ષય કુમાર અને જેક્લિન દમણ એરપોર્ટ પર શૂટિંગ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય અને જેક્લિનનું સ્વાગત કર્યું હતું.

દમણ અને ઉમરગામમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.
દમણ અને ઉમરગામમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ તૈયાર થવા જઈ રહી છે. આ ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્ત્વના ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે. આ ભાગ શ્રીલંકાના દરિયાકિનારે શૂટ થવાના હતા, પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસે શ્રીલંકામાં શૂટિંગ માટે કોવિડ ગાઈડલાઈન દર્શાવી પરવાનગી આપી ન હતી.

અક્ષય કુમારે એરપોર્ટના સ્ટાફ સાથે વાત કરી હતી.
અક્ષય કુમારે એરપોર્ટના સ્ટાફ સાથે વાત કરી હતી.

અક્ષય અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું, આથી અક્ષય અને તેમની ટીમ આવ્યા બાદ ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના દરિયાકિનારાની શૂટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે મોડી સાંજે અક્ષય અને જેક્લિન તેમની શૂટિંગ ટીમ સાથે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં, જ્યાં દમણ કોસ્ટગાર્ડે તેમનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...