જામીન ફગાવ્યા:વલસાડમાં થયેલ છેતરપિંડીમાં અમદાવાદ બેંક મેનેજરની જામીન અરજી રદ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના નિવૃત્ત કર્મીનો ફોન નંબર આરોપીને આપ્યો હતો

વલસાડના નિવૃત બેંક કર્મીના ખાતામાંથી ઓનલાઇન છેતરપિંડી કેસમાં આરોપી અમદાવાદ બેંકના મેનેજરના જામીન એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવ્યા છે. વલસાડના બેંકના નિવૃત્ત કર્મચારીનો 2013માં બંધ કરી દેવાયેલો બેંક ઓફ બરોડા સાથેનો લિંક કરેલા મોબાઇલ નંબરનું સીમકાર્ડ પોતાના નામે મેળવી લઇ અન્ય સાગરિતો સાથે મળી કુલ રૂ.5.30 લાખની રકમ ખાતામાંથી ઉપાડી એકબીજાના ખાતામાં ટ્રાન્સફર કરી એટીએમ દ્વારા ઉપાડી લીધી હતી.

આ કેસમાં મૂળ રાજસ્થાનના અમદાવાદના વિનસપાર્ક લેન્ડ,વેજલપુરના રહીશ અને ગઢડાના બાબરાની બેંક ઓફ બરોડાના મેનેજર અભિષેક મહાવિરમલ ભંડારીની સાઇબર પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી મેળ‌વ્યા બાદ જ્યુ.કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.આરોપી બેંક મેનેજરે વલસાડની 5માં એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી.જેની સુનાવણીમાં સરકારી વકીલ મનિષ પટેલની અસરકારક દલીલો ગ્રાહ્ય રાખી મજિસ્ટ્રેટ આર.વી.વૈશ્યએ જામીન અરજી રજૂ કરી હતી.

છેતરપિંડીમાં મેનેજરની આ ભૂમિકા હતી
આ કેસમાં બાબરા બેંક ઓફ બરોડાના મેનેજર અભિષેક ભંડારીએ વલસાડની બીઓબી મેનેજરને ફોન કરી કરી વલસાડના ફરિયાદી નિવૃ્ત કર્મચારીનો બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર આપી વલસાડના બેંક મેનેજર પાસેથી આ એપ્લિકેશન ચાલૂ કરાવવા એક્ટિવેશન કી માંગી હતી.જેથી તેમણે તેમની બ્રાંચમાંથી એપ્રુવલ આપી BOB world એપ્લિંકેશન ચાલૂ કરી આપી હતી.બાદમાં બાબરા બીઓબીના મેનેજરે પાસવર્ડ નાંખી મોબાઇલ ફોન મુખ્ય આરોપી રાહુલ ચૌહાણને પરત કરી દીધો હતો અને તેની પાસેથી બેંક મેનેજરે રૂ.1 લાખ લીધા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...