નવી પહેલ:વલસાડમાં રખડતા પશુઓની જાણવણી માટે અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમે વાંકી નદી કિનારે વ્યવસ્થા કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની રખડતા પશુઓના ત્રાસને નિવારવા માટે નવી પહેલ શરૂ કરાઈ

વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મોટું કારણ રખડતા પશુ છે. જેને લઈને વલસાડ શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમે નવી પહેલ શરૂ કરી છે. અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમે સ્થાનિક અગ્રણીઓની મદદ વડે રખડતા પશુઓની જાળવણી માટે વાંકી નદી કિનારે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રખડતા પશુઓની સેવા કરવામાં આવશે.

વલસાડ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વલસાડ સીટી પોલીસ અને નગર પાલિકા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ત્યારે વલસાડના ભાગડાવડા ગ્રામપંચાયત અને અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમના સાહિયોગથી રખડતા પશુ ધનને સાચવવા અને સેવા બકરવા વાંકી નદી કિનારે એક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. જેમાં શહેરમાં રખડતા પશુઓને લાવી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી છુટકારો મળશે તેમ અગ્રણીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...