ડે.કલેકટરનો હુકમ:તલાટીઓની હળતાલ સામે તંત્ર હવે રેવન્યુ તલાટીને કામો સુપરત કરશે

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાખલા, પેઢીનામાવિગેરે લોકોપયોગી કામો સોંપવા ડે.કલેકટરનો હુકમ

વલસાડ જિલ્લામાં 27 જૂલાઇથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે ગ્રામપંચાયતોમાં વહીવટી કામો ઠપ થઇ જતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પંચાયતોમાં લોકોપયોગી કામો માટે અરજદારો મોટી હાલાકીમાં મૂકાય રહ્યા છે.જેના પગલે વલસાડ એસડીએમ અને ડે.કલેકટરે હવે જે તે ગામના સેજાના રેવન્યુ તલાટીઓને કામે જોતરી દેવા અને અંતના મહત્વના પ્રમાણપત્રો ઇસ્યુ કરવા ટીડીઓ,મામલતદારને પણ હુકમ કર્યો છે.

ખાસ કરીને અત્યંત જરૂરી એવા જન્મમરણ, જાતિ, રહેઠાણ, પેઢીનામા જેવી કામગીરી માટે સેજના રેવન્યુ તલાટીને તાત્કાલિક હાથ ધરવા આદેશ કરી પંચાયતના તલાટીઓની હડતાળ સામે તંત્રએ આ પગલું ભર્યું છે. સમગ્ર રાજ્યમાં હાલમાં ગ્રામપંચાયતોના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે.

રાજ્યના તમામ ગામોની પંચાયતો સાથે વલસાડ જિલ્લાની 382 ગ્રામપંચાયતોના તલાટીઓ પણ આ હડતાળમાં પોતાના પડતર પ્રશ્નોને લઇ જોતરાઇ ગયાં છે.જેના પગલે ગામડાની પ્રજાના મહત્વના કામો અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડે.મામલતદાર અનેટીડીઓ પણ આદેશ
ડેપ્યુટી કલેકટર વલસાડ દ્વારા જારી કરાયેલા હુકમમાં ગ્રામપંચાયતોમાં આવતા અરજદારોને જૂદા જૂદા દાખલા,પ્રમાણપત્રો તથા પેઢીનામાના કામો માટે કોઇ આવી લોકપયોગી સેવાઓથી વંચિત ન રહે તે માટે આ તમામ કામગીરી સક્ષમ અધિકારીના તાબાના તમામ નાયબ મામલતદારો અને મદદનીશ ટીડીઓને કામો સોંપવાની તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...