બજાર શરૂ:વલસાડમાં રવિવાર બજાર ભરાતું રોક્યા બાદ 4 વાગે શરૂ થતાં લોકો અટવાયા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વલસાડ રવિવાર બજાર બપોરે શરૂ કરાતાં હકડેઠઠ ભીડ જામી - Divya Bhaskar
વલસાડ રવિવાર બજાર બપોરે શરૂ કરાતાં હકડેઠઠ ભીડ જામી
  • ગામડાના લોકોનું મહેરામણ ઉમટી પડતાં બજાર શરૂ કરાવી દેવાયું

વલસાડ તાલુકાના ગામડાઓ અને શહેરી વિસ્તારના ગરીબ વર્ગ અને મધ્યમ પરિવારો ખાસ કરીને શહેરના રવિ બજારમાંથી મોટાભાગે ખરીદી કરતા હોય છે.તેમાંય દિવાળી અને નૂતન વર્ષની ખરીદી માટે વ્યાજબી ભાવે કપડા,કોસ્મેટિક્સ,ફુટવેર ખરીદવા માટે મંડાતા રવિવારી બજારમાં બપોરે 12 પછી ગામેગામથી લોકો ખરીદી કરવા માટે સ્ટેડિયમ રોડ પર આવી પહોંચ્યા હતા.પરંતું પોલીસ અને પાલિકાએ વેપારીઓ અને પાથરણાંવા‌ળાઓને પરમિશન ન આપતાં સાંજે 3 સુધી દૂકાન માડ્યા વિના રાહ જોતાં રહ્યા હતા.

જો કે ગામડાના ગરીબ અને જરૂરિયાતંમંદ સહિત અન્ય લોકો પણ રવિ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતાં છેવટે રવિ બજાર સાંજે 4 વાગ્યે શરૂ કરાયું હતું.જેને લઇ ગામડાના લોકો દિવાળી અને નૂતનવર્ષની ખરીદી કરી શક્યા હતા.સાંજે રવિવાર બજારમાં કિડીયારું ઉભરાયું હતું. શહેરના અને ગામડાઓમાંથી આવતા ટૂંકી આવક ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ રવિવાર બજાર મોડે મોડે શરૂ થતાં હાશ્કારો અનુભવાયો હતો.

બપોરે દોઢ વાગ્યે નગરપાલિકાએ બંધ રાખવા એનાઉન્સ કરાવ્યું
વલસાડ શહેરમાં રવિવાર બજાર સામાન્ય અને મધ્યમ પરિવારજનો માટે ખુબ લાભદાયી હોવાથી મુજબ ગ્રામ્યના ગ્રાહકો બપોરથી એસટીબસ રિક્ષા સહિતના વાહનોમાં આવવાનુ શરૂ થઇ ગયા હતા,પરંતું દિવાળી નૂતનવર્ષની ભીડના કારણે પાલિકા અને પોલીસે વેપારીઓને પરવાનગી ન આપતા કોકડું ગુંચવાયું હતું.પાલિકાએ એનાઉન્સ પણ કરી વેપારીઓેને દૂકાનો નહિ માડવા સૂચના આપી દીધી હતી.જો કે રવિવારે બપોરે 2 વાગ્યે ભરાતા રવિ બજાર છેવટે સાંજે 4 વાગ્યે શરૂ કરાતાં કિડિયારૂં ઉભરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...