સરકારી કાર્યક્રમમાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ:વાપીમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય સંમેલન બાદ ભોજન માટે લોકોની લાંબી કતાર લાગી

વલસાડએક મહિનો પહેલા
  • ભોજન સમયે લોકો સોશિયલ ડીસ્ટન્સ ભૂલ્યા

વલસાડ જિલ્લાના VIA ખાતે વાપી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય સંમેલનમાં ખેડૂતો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાતમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતો અને ગામના અગ્રણીઓએ ભોજન માટે લાંબી કતારમાં ઉભવું પડ્યું હતું.

એક તરફ કોરોના એ જિલ્લામાં માથું ઊંચક્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ અંકુશમાં રહે તે માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીના VIA ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કૃષિલક્ષી માર્ગર્શન આપવા માટે વલસાડ જિલ્લાના ખેડૂતો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી ખેડૂતો કૃષિલક્ષી માર્ગદર્શન લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો એ વિવિધ ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. VIA ખાતે સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતોની જમવા માટે ભારે ભીડ ઉમટી હતી. ખેડૂતોએ જમવાની લાંબી લાઈન લગાવી હતી. જેમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતા જોવા મળ્યું હતું. સરકાર દ્વારા કોરોનાના કેસો રોકવા પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે વાપીમાં સરકારી કાર્યક્રમમાં જ કોરોનાની ગાઈડલાઈન નો ભંગ થતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...