• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • After The Incident In The State, After The Incident In The State, The Bootleggers Raided The House Of The Bootleggers In Valsad, After Finding Empty Bottles From The House After The Raid, The Police Alleged That They Had Broken Them On The Road.

પોલીસ સ્ટેશનનો ઘેરાવ:રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ વલસાડમાં બુટલેગરોના ઘરમાં રેડ કરી, નિલ રેડ બાદ ઘરમાંથી ખાલી બોટલ મળતા પોલીસે રસ્તા પર ફોડી હોવાનો આક્ષેપ

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક યુવકે PSIનો ટેસ્ટ કરવાની માગ કરી, PSI દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ

રાજ્યમાં લઠ્ઠાકાંડ 55થી વધુ લોકોનો ભોગ લઈ ચુક્યો છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલોસે રેડ કરી દેશી વેંચતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ધરમપુરના એક ફળિયામાં પોલીસે દારૂનો વેપલો કરતા ઇસમને ઘરે હાઉસ રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરમાંથી દારૂનો જથ્થો મળ્યો ન હતો. ઘરમાં દારૂની ખાલી બોટલ મળી આવતા પોલીસે બોટલનો સાઈડ ઉપર નાશ કર્યો હતો. પોલીસે રસ્તા ઉપર બોટલ ફોડી હોવાના આક્ષેપ સાથે ફળિયામાં PSI અને સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ધરમપુર પોલીસ મથકે સ્થાનિક લોકોએ ઘેરાવો કરી PSI અને પોલીસ જવાનોએ રસ્તા ઉપર કાચની બોટલ ફોડવા અંગે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં એક યુવકને બ્રેથ એનેલાઈઝર વડે ચેક કરતા દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે PSIનું પણ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો
રાજ્યમાં લઠ્ઠાકાંડ 55થી વધુ લોકોના ભોગ લઈ ચૂક્યું છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ સહિત રાજ્યમાં દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી છે. ધરમપુર શહેરના ત્રણ દરવાજા પાસે અનાજના ગોડાઉન પાછળ રહેતા એક બુટલેગરના ઘરે ધરમપુર પોલીસની ટીમે હાઉસ રેડ કરી હતી. હાઉસ રેડ દરમ્યાન ધરમપુર પોલીસને ઘરમાંથી પ્રોહીબિશનનો જથ્થો મળી આવ્યો ન હતો. ત્યાર બાદ ધરમપુર પોલીસને ઘરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેથી ધરમપુર પોલીસે દારૂની ખાલી બોટલનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ જવાનોને રસ્તા ઉપર બોટલ કેમ ફોડી તેવો સવાલ કરી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુર PSI અને તેની ટીમ ત્યાંથી જતી રહી હતી. સ્થાનિક લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું. જ્યાં PSI અને અન્ય અપોલીસ કર્મીઓ જે ઘરે રેડ કરવા આવ્યા હતા તેઓએ ઘરમાંથી દારૂની ખાલી બોટલો રસ્તા ઉપર ફોળી હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

PSI દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
પોલીસે એક યુવકને બ્રેથ એનેલાઈઝર વડે ચેક કરતા એક યુવક દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલોસે યુવક સામે પીધેલાનો કેસ કર્યો હતો. યુવકે જાહેરમાં PSIનો પણ બ્રેથ એનલાઈઝર વડે જાહેરમાં ટેસ્ટ કરવા માંગ કરી PSI દારૂના નશામાં હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વલસાડ જિલ્લામાં વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસની કામગીરી સામે લોકોએ પ્રશ્નો ઉઠાવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસને ઘરમાંથી દારૂ ન મળ્યો તો રસ્તા ઉપર ખાલી બોટલ ફોડી
લઠ્ઠાકાંડ થયા બાદ દારૂ વેચવાનું બંધ કરી દીધું છે. પોલીસ જવાનો રેડ કરવા આવ્યા ત્યારે ઘરમાં એક ટીપું દારૂ હતો નહીં. પોલીસ જવાનોને ઘરમાં ખાલી બોટલ મળી આવતા તે બોટલો લઈને ઘર આગળ રસ્તામાં બોટલ ફોડી હતી. ઘરમાં નાના બાળકો છે. મહોલ્લાના બાળકો છે. તેને કાચ વાગી સકે તેમ હોવાથી પોલીસ જવાનોને બોટલ રસ્તા ઉપર કેમ ફોડી તેવો પ્રશ્ન પૂછતાં યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહ્યા હતા.

પોલીસ મથકે ફળિયાના લોકો પૂછવા પહોંચ્યા'તો પીધેલાનો કેસ કરવાની ધમકી આપી
સ્થાનિક લોકોની અવાર જવર માટે મુખ્ય માર્ગ હોવાથી તેમને દારૂની બોટલ પણ રસ્તા ઉપર ફોડી તે અંગે PSI વિરુદ્ધ ફરિયાદ કરવા અને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં PSI પોલીસ જવાનોએ એક યુવકનો મશીન વડે ચેક કરી પીધેલો હોવાનો કેસ કર્યો હતો. અમે તેજ મશીન વડે PSIનો પણ પીધેલાનો ટેસ્ટ કરાવવા માંગ કરી હતી.

ઘરમાંથી દારૂ ન મળતા નિલ રેડની નોંધ કરી છે
પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી. કે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. ચેક કરતા પોલીસને દારૂનો જથ્થો મળ્યો ન હતો. ઘરમાં દારૂની ખાલી બોટલ મળી આવતા રસ્તાની સાઈડ ઉપર દારૂની બોટલ ફોડી નાશ કરવામાં આવ્યો હવાતો. સ્થાનિક લોકોએ ખોટા આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. આક્ષેપ તદ્દન ખોટા છે. ત્યાંથી પોલીસ મથકે આવી હોબાળો મચાવતા હતા. એમ એક યુવક ઉપર પીધેલો હોવાની શંકા જતા બ્રેથ એનેલાઈઝર વડે ચેક કરતા નશામાં મળી આવ્યો હતો. જેથી તેના ઉપર પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પોલીસની કામગીરી અટકાવવા વાઈરલ કરવામાં આવ્યો છે. ચોક્કસ વ્યક્તિઓના ઈશારે કામ કરવામાં આવી રહ્યું છે. તેમ PSI સગરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...