• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • After The Flood In Valsad, The Motorists Are Worried About The Gaps In The Chipwad Canal, They Sent A Complaint To The Collector.

રસ્તાનું ધોવાણ:વલસાડમાં પૂર બાદ છીપવાડ ગરનાળામાં ગાબડાઓ પડતા વાહનચાલકો પરેશાન, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ અને રેલવે વિભગની હદમાં વાહન ચાલકોનો મરો

વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જોડતા છીપવાડ ગરનાળામાં તાજેતરમાં આવેલા પૂર બાદ રસ્તાનું ધોવાણ થયું છે. વલસાડ શહેરમાં આવતા વાહન ચાલકોને બિસ્માર રસ્તાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગને સ્થાનિક લોકોએ મરામતની કામગીરી માટે વારંવાર રજૂઆત કરવા છત્તા કોઈ કામગીરી ન કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેના લઈને સ્થાનિક લોકોએ આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી છીપવાડ ગરનાળામાં પડેલા ખાડા દૂર કરવા અને બિસ્માર રસ્તાને રીપેર કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેરગામનો જોડતા છીપવાડ રેલવે ગરનાળામાં વલસાડ શહેરમાં આવેલા પૂર બાદ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર બાદ વલસાડ છીપવાડ રેલવે ગરનાળામાં રસ્તાનું ધોવાણ થયું હતું. જેને લઈને છેલ્લા 15 દિવસ ઉપરાંતથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક લોકોએ તેમજ રેલવે ગરનાળાની બાજુમાં આવેલ પારડી સાંઢપોર વિસ્તાર તેમાંજ ખેરગામ રોડ ઉપર આવેલ 40થી વધુ ગામના લોકો અને વાહન ચાલકોએ વલસાડ શહેરમાં આવવા માટે છીપવાડ રેલવે ગરનાળાના જર્જરિત રસ્તાને લઈને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બિસ્માર રસ્તાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે
જર્જરિત રસ્તાને લઈને 15 દિવસમાં 45થી વધુ અકસ્માતો થયા છે. જેને લઈને સ્થાનિક લોકોએ વલસાડ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગમાં છેલ્લા 15 દિવસમાં વારંવાર રજૂઆત કરીને જર્જરિત રસ્તા દૂર કરવા તેમજ વાહન ચાલકોને પડતી હાલકીમાંથી મુક્તિ અપાવવા વારંવાર રજૂઆત કરી છે. નગર પાલિકા કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા છીપવાડ રેલવે ગરનાળામાં જર્જરિત રસ્તાને રીપેર કરવાની કોઈપણ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોએ આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી છીપવાડ રેલવે ગરનાળામાં જર્જરિત રસ્તાને રીપેરીંગ કરાવવા માંગ કરી હતી.

જર્જરિત રસ્તો ક્યારે રીપેર કરશે?
વલસાડ નગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ ધારાસભ્યને વારંવાર રજુઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી થઈ નથી. વલસાડ શહેરમાં કામ અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી હાલાકી ક્યારે દૂર થશે તે માટે કલેક્ટર કચેરીમાં દ્વાર ખખડાવ્યા હતા. સ્થાનિક લોકો અને વાહન ચાલકોને જર્જરિત રસ્તાને લઈને પડતી હાલાકી ક્યારે દૂર થશે તેમ સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી જલ્દી જર્જરિત રસ્તા રીપેર કરવા માંગ નગર પાલિકાના માજી પ્રમુખ રાજેશ પટેલે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...