તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • After The Engagement, The Victim Was Caught Refusing To Marry The Young Woman, Ordered To Push The Young Man Of Bhadeli Into Jewish Custody.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:સગાઇ બાદ યુવતીને ભોગવી લગ્ન માટે ના પાડનાર ઝડપાયો, ભદેલીના યુવકને જ્યુ.કસ્ટડીમાં ધકેલવાનો હુકમ કર્યો

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડમાં સગાઇ બાદ યુવતીને ભોગી લગ્ન કરવા ના પાડનાર આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે. વલસાડ કાંઠા વિસ્તાર ભદેલી ગામમાં રહેતો ગૌરવ પ્રવિણભાઈ ટંડેલે નજીકમાં રહેતી યુવતી સાથે 2017માં પ્રેમ થયો હતો. પ્રેમ સંબંધની વાત બંનેના પરિવારને થતા પરિવારે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પાછળથી માની ગયા અને 2018માં બંનેની સગાઈ કરવી દીધી હતી. ગૌરવે નોકરી બાદ લગ્ન કરવાની વાત કરી હતી. 26 ઓક્ટોબરે ગૌરવ શિપમાં નોકરી કરવા જવાનો હતો.

25 ઓક્ટોબરે યુવતીને ઘરે બોલાવી લગ્ન કરવાનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ગૌવર શિપમાં ગયા બાદ યુવતી ગૌરવના ઘરે આવતી જતી રહેતી હતી. તેના સાસરી પક્ષમાં સારી રીતે બોલાવતા ન હોવાથી યુવતીએ ઘરે જવાનું બંધ કતી દીધું હતું. 21 સપ્ટેમ્બર 2020માં ગૌરવ શિપની નોકરી કરી ઘરે પરત આવતા તેણે વાત કરવાની કે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ રૂરલ પોલીસ મથકે ગૌરવ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૌરવની ધડપકડ કરી મેડિકલ કરવી રવિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો