• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • After The Death Of The Mother, The CWC Team Brought Back The Father Of The Victim Who Was Selling Alcohol Along With His Two Daughters.

વલસાડની ઘટના:પહેલા માતા છોડીને ભાગી ગઈ અને પછી જુલ્મી પિતા બે બાળકીને માર મારીને દારૂ વેચાવતો હતો, CWCની ટીમે પિતાની શાન ઠેકાણે લાવી

વલસાડ8 મહિનો પહેલા
  • બાળ વિકાસ સમિતિને ઘટનાની જાણ થતાં CWCની ટીમે બાળકીઓનો કબજો મેળવ્યો
  • બાળગૃહ બાદ બાળકીઓને તેની મુંબઈ રહેતી ફોઈને ત્યાં એક મહિના માટે મોકલાઈ

ભારત દેશને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. દેશમાં બાળકીઓને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે, પરંતુ કેટલાક બાપ કાળા સાપ બનીને દીકરીઓ પર જ ત્રાસ ગુજારતા હોય છે. આવો જ એક કિસ્સો વલસાડના પારડીમાંથી સામે આવ્યો છે. એક નરાધમ પિતા પોતાની બંને બાળકીઓને માર મારી દારૂનું વેચાણ કરાવતો હતો. ત્યારે પિતા દ્વારા બાળકીઓને માર મારતો હોવાની ફરિયાદ જિલ્લા બાળ વિકાસ સમિતિને મળતાં તાત્કાલિક બંને બાળકીનું કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા CWC ટીમ સમક્ષ બંને બાળકીઓને લાવવામાં આવતાં તેમની આપવીતી સાંભળાવતાં CWCની ટીમ પણ ચોંકી ઊઠી હતી. બાળકીઓના જણાવ્યા મુજબ, તેની માતા ઘર છોડી ચાલી ગઈ છે. પિતા વાપીમાં એક કંપનીમાં નોકરી કરે છે. મહિને સાત હજાર 500 પગાર છે.

રાત્રે પિતા દારૂના નશામાં ઘરે આવીને જમવાનું ન બનાવ્યું હોય તો માર મારતો હોવાની ફરિયાદ કરી હતી. નાની ફૂલ જેવી બાળકીઓને માર મારતા પિતાને કાયદાના પાઠ ભણાવવા CWCની ટીમ સમક્ષ હાજર કરતાં તેની શાન ઠેકાણે આવી ગઈ હતી.

બાળકીઓએ મોટા પપ્પાને ત્યાં જવા તૈયાર થતાં દારૂનો વ્યસની પિતા ત્યાં જઈને પણ ઝઘડો-તકરાર કરી આવ્યો હતો, જેથી CWCની ટીમ દ્વારા બંને બાળકીઓને બાળગૃહમાં મોકલી આપવામાં આવી હતી, જ્યારે બાદમાં બાળકીઓને તેની મુંબઇ રહેતી ફોઈ સાચવવા તૈયાર થઈ હતી, જેથી બાળકીઓને એક માસ માટે CWCએ ફોઈને ત્યાં મુંબઇ મોકલવાનો નિર્ણય કર્યો હતો.

બાળકીઓને મુંબઇ એક માસ માટે ફોઇના ઘરે મોકલવાનો નિર્ણય
બાળકીઓને પિતાએ ભારે જુલમ અત્યાચાર ગુજારતા મોટો પપ્પાના ત્યાં જવા તૈયાર થતાં ત્યાં પણ પહોંચી આ દારૂડિયા પિતાએ તેમની સાથે ઝગડો તકરાર કરી કેર વર્તાવ્યો હતો.હવે આ બંન્ને બાળાઓને બાળ કલ્યાણ કમિટિએ મુંબઇ ખાતે રહેતા તેણીઓના ફોઇ સાથે વાતચીત કરતા બાળકીઓને સાચવવા ફોઇ રાજી થઇ ગયા હતા.જેને લઇ તેમને હવે મુંબઇ 1 માસ માટે મોકલવા CWC ટીમે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...