• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • After The Death Of Businessman Cyrus Mistry In An Accident, Seat Belts Must Be Worn By All Occupants Of Cars, The Rule Will Be Enforced.

કારમાં સીટ બેલ્ટ ફરજિયાત થશે:ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયા બાદ કારમાં આગળ-પાછળ બેસનાર તમામે સીટ બેલ્ટ પહેરવો પડશે, નિયમનું અમલીકરણ શરૂ કરાશે

વલસાડ24 દિવસ પહેલા
  • વલસાડ RTO અધિકારીએ કાર સહિતના વાહન ચલાવતા વાહન ચાલકોએ તેમજ યાત્રીઓએ સીટ બેલ્ટ પહેરવા અંગે અપીલ કરી

મુંબઈ હાઇવે ઉપર પાલઘર પાસે આવેલી સૂર્ય નદી પાસે સર્જાયેલા સાઇરસ મિસ્ત્રીના અકસ્માત બાદ દેશમાં નવી ચર્ચાએ જોર પકડ્યું કારમાં પાછળની સીટ ઉપર પણ બેસેલા યાત્રીઓએ પણ સીટબેલ્ટ ફરજિયાત નિયમ અંગે ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2019માં મોટર વ્હિકલ એકટમાં થયેલા સુધારા અંગે વલસાડ RTO અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું. કે કારમાં બેસેલા તમામ.યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તમામ યાત્રીઓએ સીટ બેલ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને લઈને કારની પાછળની સીટમાં પણ સીટ બેલ્ટ આપવામાં આવ્યો છે.

ઉદવાડા અગિયારીમાં દર્શન કરી ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અન્ય સભ્યો સાથે મુંબઈ તરફ જવા રવાના થયા હતા. વલસાડ અને મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા પાલઘર હાઇવે ઉપર સૂર્ય નદીના બ્રિજની રેલિંગ સાથે સાયરસ મિસ્ત્રીની લક્ઝરીયસ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પાછળ બેસેલા ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી સહિત બેના મોત નીપજ્યા હતા. જે બાદ દેશના ટ્રાન્સપોર્ટ મંત્રીએ કારમાં પાછળની સીટ ઉપર બેસેલા યાત્રીઓએ પણ સીટ બેલ્ટ કમ્પલસરી બાંધવાના નિયમની જાહેરાત કરી હતી. જે અંગે વલસાડ આરટીઓ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મોટર વિહકલ એક્ટ હેઠળ વર્ષ 2019માં નવા સુધારા સાથે બનેલી જોગવાયમાં કારમાં બેસેલા તમામ યાત્રીઓએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવાની જોગવાઈ કરવામાં આવી છે. કારમાં આગળની સીટ ઉપર બેસેલા કારના ચાલક અને બાજુની સીટ ઉપર બેસેલા યાત્રી સહિત તમામ યાત્રીઓએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે

અન્ય સમાચારો પણ છે...