વ્યાજખોર સામે પોલીસની લાલ આંખ:વલસાડ શહેરમાં મોબાઈલની દુકાનનો સંચાલક વ્યાજખોરીનો ધંધો કરતો હોવાની ફરિયાદ મળતા જ પોલીસે ઝડપી પાડ્યો

વલસાડ21 દિવસ પહેલા

વલસાડ શહેરમાં આવેલી એક મોબાઇલ શોપનો સંચાલક વિનોદ ભોગીલાલ શાહ મોબાઇલની દુકાનમાં મોબાઈલ વેચવાની સાથે વ્યાજખોરીનો ધંધો કરતો હોવાની વલસાડ સીટી પોલીસ મથકે એક ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

10% અને 20 % વ્યાજે રકમ આપતો હોવાની આરોપીની કબૂલાત
આ ફરિયાદના આધારે સીટી પોલીસે દુકાને જઈ રેડ કરી ચેક કરતા મહિલાની મોપેડની ચાવી, કોરા ચેક સહિતના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં હતા. પ્રાથમિક પૂછપરછ કરતા લાઇસન્સ વિના વ્યાજખોરી કરતો હોવાની કબુલાત વિનોદ શાહે કરી હતી અને 10% અને 20 % જેવા ઉંચા વ્યાજે બેંક ડિફોલ્ટરોને મોબાઈલ તેમજ રૂપિયા વ્યાજે આપતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ચેક કરતા વધુ 25 જેટલા લોકોના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. સીટી પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર વિનોદ શાહની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...