તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:લોકડાઉન બાદ વલસાડ ST ડિવિઝને એક દિ’માં 28 લાખની આવક મેળવી, માત્ર એક દિવસમાં 364 શિડ્યુલમાં 2250 ટ્રીપ દોડાવી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના મહામારીને લઈને પબ્લિક ટ્રાસ્પોટ સેવાને સરકારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. અનલોક દરમિયાન વલસાડ એસટી નિગમની બસના શિડયુલ વધારવા મળેલી પરવાનગી સાથે બસો દોડાવવામાં આવી રહી છે. તમામ બસોને સેનેટરાઇઝ કરીને ડિવિઝને 364 શિડયુલ પર 2250 ટ્રીપો દોડાવી 1.66 લાખ કિમિ બસ દોડાવી 67,795 યાત્રીઓને સુરશીત યાત્રા કરવી એક દિવસની 28 લાખ સુધીની આવક મેળવવામાં સફળતા મળી હતી.

250 ટ્રીપ વધારાની દોડાવવા પ્લાનિંગ
ડીવી ચૌધરી, વિભાગીય નિયામક, વલસાડ ડિવિઝન- રેલવે સેવા હજુ પૂરતા પ્રમાણમાં શરૂ નથી થઈ ત્યારે વલસાડ ડિવિઝન દ્વારા દિવાળીથી લાભ પંચમ સુધીમાં 250 જેટલી વધારાની ટ્રીપો દોડાવવા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વધારાની બસ મૂકીને પણ યાત્રીઓને યાત્રા કરાવવા તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો