• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • After Getting Vaccinated In Valsad School, The Student's Health Deteriorated And She Was Shifted To Civil Hospital With The Help Of 108.

વેક્સિન લીધા પછી તબિયત લથડી:વલસાડની શાળામાં રસી લીધા બાદ વિદ્યાર્થિનીની તબિયત લથડી, 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

વલસાડ13 દિવસ પહેલા
  • કેમ્પમાં ઉપસ્થિત તબીબે ભૂખ અને ગભરામણને લઈને તબિયત લથડી હોવાનું જણાવ્યું
  • પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થિનીને રજા આપવામાં આવી

વલસાડ શહેરમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે મંગળવારે શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલની એક વિદ્યાર્થિનીની ગભરાટને લીધે રસી લીધા બાદ થોડી મિનિટોમાં તબિયત લથડી હતી. જેથી વિદ્યાર્થિનીને સારવાર માટે 108ની ટીમની મદદ વડે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થિનીને રજા આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 15થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓનું રસીકરણ હાથ ધર્યુ છે. 3જી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ કેમ્પમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે. શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી સાર્વજનિક સ્કૂલમાં ધો. 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને રસી મુકાવ્યા બાદ થોડીવાર પછી ગભરામણ થઈ હતી. રસીકરણ કેમ્પમાં ઉપસ્થિત તબીબે વિદ્યાર્થિની સવારથી ભૂખી હોવાથી અને રસીને લઈને ગભરામણ હોવાથી તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. ઘટનાને લઈને શાળાના આચાર્યએ 108ની ટીમની મદદ લઈને વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...