ચાર વર્ષે આરોપી ઝડપાયો:વલસાડમાં સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિના કેસમાં વોન્ટેડ આરોપીને ચાર વર્ષ બાદ સીટી પોલીસે ઝડપી પાડ્યો

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના અબ્રામા ખાતે આવેલા સાઈ લીલા મોલમાં ચાલતા સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને મળી હતી. સ્પા ની આડમાં ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિ અટકાવવા વલસાડ પોલીસે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. તે કેસમાં છેલ્લા 4 વર્ષથી ભાગતો ફરતો સુરતનો સ્પા સંચાલકને સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ અબ્રામાં ખાતે આવેલા સાઈ લીલા મોલમાં ધ કોલર થાઈ સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને 16 નવેમ્બર 2018ના રોજ મળી હતી. જેના આધારે વલસાડ પોલીસની ટીમે તાત્કાલિક છાપો મારતા સ્પાની આડમાં ચાલતી દેહવેપારની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. પોલીસે સ્પમાંથી થાઈલેન્ડથી લાલનાઓને ટુરિસ્ટ વિઝા ઉપર બોલાવી દેહ વેપારની પ્રવૃત્તિ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં સ્પા સંચાલક મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. અને થાઇલેન્ડની લલનાઓની અટકાયત કરી હતી, અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. 16 નવેમ્બર 2018ના રોજ પડેલી રેડમાં સુરત રહેતો સ્પાનો સંચાલક શૈલેષ મનુભાઈ કલકાણી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તે કેસમાં વલસાડ સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા પોલીસે વારંવાર શૈલેષ કલકાણી ના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી. ગુરુવારના રોજ વલસાડ સીટી પોલીસે શૈલેષ કલકાણીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...