ગુજરાત રાજ્યમાં પશુમાં દેખાતો લમ્પી સ્ક્નિ ડિસીઝ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને લઈને વલસાડ વલસાડ જિલ્લાના પશુ ચિકિત્સક દ્વારા તાલુકાના પશુ ચિકિત્સકની સાથે બેઠક કરીને તાલુકામાં આવતા પશુપાલકોને લમ્પી રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેને લઈને જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ફરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં કુલ 9 જેટલા પશુઓ લમ્પીના લક્ષણો જણાઈ આવ્યા હતા. વાયરસના લક્ષણો મળેલા વિસ્તારની 5 કિલોમીટરની ત્રિજ્યમાં રસીકરણ જુમ્બેશ હાથ ધરી છે. જિલ્લામાં કુલ 4000 જેટલા રસીના ડોઝ પશુઓને આપવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં રાજકોટ અને કચ્છમાં પશુઓમાં લમ્પી નામના રોગથી પશુઓ પીડાઈ રહ્યા છે. ઇતરડી અને મચ્છરથી પશુઓને થતો રોગ છે. લમ્પીથી પીડાતા પશુઓને ઇતરડી કે મચ્છર કરડી સ્વસ્થ પશુઓને કરડવાથી આ રોગ ફેલાય છે. રાજકોટ અને કચ્છમાં લમ્પી રોગનો ફેલાવો થતા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અને તમામ તાલુકાઓમાં લમ્પી રોગ અંગે પશુપાલકોમાં જાગૃતિ લાવવા અંગે સૂચના આપવામાં આવી છે. વલસાડના વલસાડ તાલુકા , પારડી તાલુકા ઉમરગામ તાલુકા અને કપરાડા તાલુકામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લામાં કુલ 9 પશુઓ શંકાસ્પદ લમ્પી વાયરસના લક્ષણો ધરાવે છે. જે પૈકી 1 ગૌવંશ લમ્પી સંક્રમિત.રિપોર્ટ આવતા પશુ ચિકિત્સકોની ચિંતામાં વધારો થયો હતો. વલસાડ જિલ્લામાં આવેલી 32 ગૌશાળા અને 1 પાંજરાપોળ મળી 33 સ્થળોએ ગૌવંશ વધારે હોવાથી પશુ ચિકિત્સકોની ટીમે સર્વેક્ષણ અને રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લા પશુ ચિકિત્સક વિભાગને જાણ કરતા તાત્કાલિક પશુ ચિકિત્સકની ટીમ દ્વારા તાત્કાલિક ગૌધામ ખાતે પહોંચી લમ્પીના લક્ષણો ધરાવતા પશુઓને અલગ ક્વોરન્ટાઈન કરીને બાકી રહેલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પ્રથમ કેસ મળી આવતા જિલ્લાનું પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લાના પશુ પાલકોને સામાન્ય લક્ષણ ધરાવતા પશુઓને તંદુરસ્ત પશુઓથી દૂર રાખવા જાગૃત કરવામાં અવયવ છે. આજે ભગડાવડા વિસ્તારમાં પશુ પાલકોને ત્યાં લમ્પિ વાયરસ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 4 હજારથી વધુ પશુધનોને રસીકરણ હાથ ધરવા આવ્યું હતું. શંકાસ્પદ લમ્પિના લક્ષણો ધરાવતા વિસ્તારની 5 કિમી ત્રિજ્યમાં પશુઓને લમ્પિ વાયરસ સામે રક્ષણ આપતી રસી કરણ હાથ ધરવામાં આવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.