દશામાંના વ્રતની પૂર્ણાહૂતિ:વલસાડ શહેરની ઔરંગા નદીમાં 2 વર્ષ બાદ ભક્તોએ ઢોલ નગરા સાથે વાજતે ગાજતે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યુ

વલસાડ2 મહિનો પહેલા
  • ઔરંગા નદી કિનારે પોલીસ બંદોબસ્ત સાથે પ્રતિમાંનું આસ્થા પૂર્વક વિસર્જન કરીને દશામાંના વ્રતને પૂર્ણ કર્યું

વલસાડમાં દિવાસાનાં દિવસથી શરૂ થયેલા દશામાંના વ્રતના અંતિમ દિવસ ઔરંગા નદી કિનારે માતાજીની પ્રતિમાંનું વિસર્જન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીના 2 વર્ષ દરમિયાન માતાજીના ભક્તોએ માતાજીની પ્રતિમાંનું ઘરે કુંડ બનાવી વિસર્જન કરવા આવ્યું હતું. જોકે, ચાલુ વર્ષે રાજ્યમાં કોવિડના કેસ ઘટતા રાજ્ય સરકારે તમામ તહેવારો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવા છૂટ આપી છે. જેથી આ વર્ષે ભક્તોએ દશામાંના વ્રતની ધામધૂમથી ઉજવણી કરી હતી, ત્યારે ઔરંગા નદી કિનારે માતાજીની પ્રતિમાંનું આસ્થા પૂર્વક વિસર્જન કરીને દશામાંના વ્રતને પૂર્ણ કર્યું હતું.

મધ્ય રાત્રીએ ભક્તો નદી કિનારે ઉમટી પડ્યા
વલસાડ જિલ્લા દશામાં વ્રતની માતાનીના ભક્તોએ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી. દશામાંની પ્રતિમાની સ્થાપના કરીને વ્રતની માતાજીના ભક્તો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. દશામાંના વ્રતના 9 દિવસ પૂર્ણ થતાં મધ્ય રાત્રીએ માતાજીના ભક્તો માતાજીની પ્રતિમાંનું વિસર્જ કરવા ઔરંગા નદીના કિનારે આવ્યા હતા.

કોરોનામાં ઘરે જ કુંડ બનાવી પ્રતિમાનું વિસર્જન કર્યુ હતું
ચાલુ વર્ષે નદીમાં દશામાંની પ્રતિમાંનું વિસર્જન કરવાની વહીવટી તંત્ર દ્વારા છૂટ આપવામાં આવતા માતાજીના ભક્તોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદી કિનારે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોવિડ ગાઈડલાઈનના અંકુશોને લઈને માતાજીના ભક્તોએ તેમના ઘરે જ કુંડ બનાવી પ્રતિમાંનું વિસર્જન કર્યું હતું.

આ વર્ષે રાજ્ય સરકારે લગાવેલા અંકુશો દૂર કરતા માતાજીની પ્રતિમાં ઔરંગા નદીના કિનારે વિસર્જન કરવા માતાજીના ભક્તો હર્ષ ઉલ્લાસ સાથે આવ્યાં હતા. નાસિક ઢોલના તાલ સાથે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઔરંગા નદી કિનારે દશામાંના વિસર્જન યાત્રામાં જોડાયા હતા. વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદી કિનારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. પ્રતિમાંનું વિસર્જન કરવા માટે પાલિકાની ફાયર વિભગની ટીમને મુકવામાં આવી હતી. માતાજીના ભક્તોએ હર્ષ ઉલ્લાસ સાથે માતાજીની પ્રતિમાની વિસર્જન કરીને દશામાંના વ્રતને પૂર્ણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...