તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનામાં સંડોવણી:કોસંબાના જમીન કેસમાં વકીલના આગોતરા રદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા હુકમ રજૂ કરવાના ગુનામાં સંડોવણી

વલસાડના કોસંબા ખાતેની એક કુટુંબની જમીન માટે ચાલી રહેલા કેસમાં મહેસુલ પંચના કથિત ખોટા હુકમ રજૂ કરવાના કેસમાં આણંદના વકીલની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતો હુકમ કરાયો છે.

કોસંબામાં જમીન વિવાદના કેસમાં ફરિયાદી વિરલકુમાર સુરેશભાઇ મહેતા,રહે,મિશન કોલોની,વલસાડ દ્વારા 25 માર્ચ 2021માં વલસાડ સિટી પોલીસ મથકે તહોમતદાર અશોકભાઇ ફકીરભાઇ કોસે,રહે,કોસંબા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમના કુંટુબના સભ્યો વચ્ચે મામલતદાર કૃષિ પંચની કચેરીમાં જમીન વિવાદ ચાલી આવતો હતો.આ કેસમાં અશોકભાઇ દ્વારા ગુજરાત મહેસુલ પંચ ખાતે ટેનન્સી અપીલ કરી હતી.જે કેસ રજિસ્ટ્રીમાં પેન્ડિંગ હતો અને ફરિયાદી વિરલ મહેતા દ્વારા ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ ખાતે ફેર તપાસ અરજી કરી હતી તેમ છતાં આરોપીએ કથિત ખોટા હુકમો બનાવી,ખોટા કેસ કાગળો દસ્તાવેજો બનાવવાના આક્ષેપો સાથે મામલતદાર કૃષિ પંચ ખાતે ચાલતા ટેનન્સી કેસ ચાલતો હતો તેમાં ખોટા હુકમો રજૂ કરતા ફરિયાદીએ તહોમતદાર અશોકભાઇ કોસે વિરૂધ્ધ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ખોટા હુકમ બનાવવાના આ કેસની તપાસમાં આણંંદના વકીલ યુનુસ ઉમરભાઇ મલેકની સંડોવણી બહાર આવી હતી.જેણે પોલીસ ધરપકડથી બચવા વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી.જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હોવાનું ડીજીપી ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...