ખિલાડી કુમારે આભાર વ્યક્ત કર્યો:દમણ પોર્ટ ખાતે અક્ષય કુમારની હાઈ ટી પાર્ટી, રામસેતુની શૂટિંગની પરવાનગી માટે પ્રશાસકનો આભાર વ્યક્ત કરાયો

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષય અને જેક્લીને પ્રોડક્શન હાઉસ વતી પ્રફુલ પટેલનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો
  • ટી પાર્ટીમાં સરકારી અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
  • દમણના પોર્ટ રોડ ઉપર અને બીચ ખાતે અક્ષય રામસેતુ ફિલ્મના મહત્વના અંશોનું શૂટિંગ પૂર્ણ કરશે

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ અને સંઘ પ્રદેશ દમણ ખાતે રામ સેતુ ફિલ્મના બાકી રહેલા શૂટિંગ માટે પ્રશાસક પ્રફુલ પટેલે પરવાનગી આાપી હતી. જેના બદલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલનો અક્ષય કુમાર અને જેક્લીન સહિત પ્રોડક્શન ટીમે આભાર વ્યક્ત કરવા એક હાઈ ટી પાર્ટીનું આયોજન દમણના પોર્ટ ખાતે કર્યું હતું. જેમાં સરકારી અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે દમણના પોર્ટ રોડ ઉપર અને બીચ ખાતે અક્ષય રામસેતુ ફિલ્મના મહત્વના અંશોનું શૂટિંગ પૂર્ણ કરશે.

અક્ષય કુમારની રામ સેતુ ફિલ્મના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવી હતી. શ્રીલંકા સરકારે કોવિડ ગાઈડલાઈન આગળ ધરીને શૂટિંગ માટે પરવાનગી આપી નહોતી. જેના પછી અક્ષય કુમાર અને પ્રોડક્શન ટીમે વલસાડ જિલ્લાના નારગોલ બીચ અને દમણ બીચની પસંદગી કરી હતી. નારગોલ અને દમણ ખાતે રામ સેતુ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી મળતા ગત રવિવારે અક્ષય કુમાર અને જેક્લીન તેમની શૂટિંગ ટીમ સાથે દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા.

ગત સોમવારથી અક્ષય કુમારે નારગોલ બીચ પર રામ સેતુ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તાજેતરમાં દમણ પોર્ટ ખાતે રામ સેતુ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવશે. જેથી દમણના પોર્ટ ખાતે અક્ષય અને તેમના પ્રોડક્શન હાઉસે દમણના પ્રશાસક પ્રફુલ પટેલનો આભાર વ્યક્ત કરવા માટે એક હાઈ ટી પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં અક્ષય કુમારે અને જેક્લીને પ્રોડક્શન હાઉસ વતી પ્રશાસકનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. દમણના પોર્ટને લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અક્ષય કુમારની હાઈ ટી પાર્ટીમાં દમણના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત દમણના પ્રસાશક પ્રફુલ પટેલે અક્ષય કુમાર સાથે ફિલ્મ વિશે માહિતી મેળવી હતી અને તેઓ રામ સેતુ ફિલ્મથી પ્રભાવિત પણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...