તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Administration's Gross Negligence At Valsad Railway Station, RTPCR Reports Of Tourists Coming From Maharashtra To Gujarat Are Not Checked

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાળે ડૂચા દરવાજા મોકળા:વલસાડ રેલવે સ્ટેશન પર પ્રશાસનની ઘોર બેદરકારી, મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પ્રવાસીના RTPCR રિપોર્ટ ચેક જ થતા નથી

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિપોર્ટ ચેક કરવાની જવાબદારી રાજ્ય સરકારનીઃ ARM

મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તો રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ પ્રવાસીઓ માટે RTPCRનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. જે પ્રવાસી પાસે પાછલા 72 કલાકનો RTPCR નેગેટિવ રિપોર્ટ હોય તેને જ પ્રવેશ આપવા રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે.

અન્ય રાજ્યમાં રોડ માર્ગે ગુજરાતમાં પ્રવેશતા લોકોના તો વિવિધ રાજ્યોની સરહદ પર RTPCRના રિપોર્ટ ચેક કરવામા આવી રહ્યા છે. પરંતુ, જે યાત્રીઓ મહારાષ્ટ્રથી રેલવે મારફત ગુજરાત આવી રહ્યા છે તેઓ પાસે રિપોર્ટ છે કે નહીં તેની વલસાડ રેલવે સ્ટેશન પર ચકાસણી જ ના થઈ રહી હોવાનો ખુલાસો થયો છે.

વલસાડ રેલવે સ્ટેશન પર આદેશનો ઉલાળિયો
રાજ્ય સરકારે ભલે આદેશ કર્યો હોય પણ વલસાડ રેલવે સ્ટેશન પર આ આદેશ કાગળ સુધી જ સિમિત હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રથી વલસાડ આવી રહેલા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ચેક જ ના થતા હોવાની વિગતો સામે આવી છે. વલસાડ આવી રહેલા પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે, રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના રિપોર્ટનું ચેકીંગ થવું જોઈએ જેથી સંક્રમણ ફેલાતું અટકે.

RTPCR રિપોર્ટ ચેક કરવાની જવાબદારી રાજ્ય સરકારની: ARM
મહારાષ્ટ્રથી વલસાડ આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ચેક કરવાની જવાબદારીમાંથી રેલવે વિભાગે હાથ ખંખેરી લીધા છે. વલસાડ રેલવેના ARM અનુ ત્યાગીએ કહ્યું કે, ગુજરાતના આરોગ્ય વિભાગની ટીમને રેલવે સ્ટેશન ઉપર RTPCR રીપોર્ટ ચેક કરવા ટીમની માંગણી કરવામાં આવી છે. સ્ટેટ આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી એકપણ કર્મચારીઓને RTPCR રીપોર્ટ ચેક કરવા રેલવે સ્ટેશને મોકલાવ્યા નથી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર ચેકીંગ કરવા માણસો મુકવામાં આવી રહ્યા છે. જે ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓન RTPCR રીપોર્ટ ચેક કરવાની જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની છે. અમારી ટ્રેનમાં યાત્રા કરીને આવેલા યાત્રીઓને RTPCR રીપોર્ટ ચેક કરવા માટે રેલવે વિભાગે કોઈ આદેશ નથી કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો