જાહેર સભાનું આયોજન:આદિવાસી પરિષદ સેલવાસમાં બિરસા મુંડા જન્મ મહોત્સવની ઉજવણી કરશે

સેલવાસ‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલી કાઢી કિલવણી નાકા પર જાહેર સભાનું આયોજન

વિતેલા વર્ષોમા મોદી સરકારની તાનશાહી સરકાર અને સ્થાનિક કેટલાક અધિકારીઓ દ્વારા દાનહનુ અસ્તિત્વ ખતમ કરવામાં આવ્યું અને દાદરા નગર હવેલી અને દમણ- દીવને એક જિલ્લો બનાવીને દાદરા નગર હવેલીના ઇતિહાસ સંસ્કૃતિ અને હક્ક અધિકારોનું ખુલ્લેઆમ હનન કરવામાં આવ્યું છે. મોદી સરકાર દાનહમા લોકશાહીને ખતમ કરીને હુકમશાહી ચલાવી રહી છે,હજારો લોકોને બેરોજગાર કરી દીધા, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે, લોકોનુ સાંભળવાવાળુ કોઈ નથી. ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા જેવી બંધારણીય એકમોના અસ્તિત્વને ખતમ કરી દીધા છે.

સાંસદ અને ચૂંટાયેલા પ્રતિનિધિના અસ્તિત્વને ખતમ કરીને લોકતંત્રને હાંસિયામા ધકેલી દેવામાં આવ્યા છે. પ્રદેશના પ્રત્યેક વર્ગના લોકો ભય મા જીવી રહ્યા છે. આ બધી સમસ્યાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ભ્રષ્ટાચારમા ડૂબેલા છે અને પોતાના આર્થિક નુકસાનથી બચવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપમા જોડાઈ ગયા છે અને આ પ્રતિનિધિની બેવડી નીતિના કારણે સમસ્યા પ્રતિદિન વધી રહી છે. જનપ્રતિનિધિ પોતાના સ્વાર્થ માટે જનતાના અધિકાર માટે રોડ ઉપર ઉતરીને વિરોધ કર્યો જ નહીં. ફક્ત અને ફક્ત પત્રો અને આવેદન દ્વારા ફક્ત ઔપચારિકતા નિભાવી રહ્યા છે અને જનતાને ગુમરાહ કરી રહ્યા છે.

આ માટે આદિવાસી એકતા પરિષદ દ્વારા જનતાને આહવાન કરવામા આવ્યુ છે કે પોતે જ પોતાના હક અને અધિકાર માટે આગળ આવે અને પોતાના ચૂંટેલા નેતાઓને ઘરથી બહાર કાઢીને અવાજ બુલંદ કરવા આહવાન કરવામા આવ્યુ છે.રેલી અને કિલવણી નાકા પર આયોજીત જાહેર સભામા પ્રદેશના પ્રત્યેક વર્ગના લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...