હુકુમ:વલસાડ હાઈવે પર પકડાયેલા એમડી ડ્રગ્સ કેસમાં આરોપીના જામીન રદ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારમાં બેસેલા ઇસમના ખિસ્સામાંથી 58.38 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું

વલસાડના ડુંગરી પોલીસ મથકના તત્કાલિન પીએસઆઇ જે.એસ.રાજપુત અને સ્ટાફના શાલીગ્રામ પ્રવિણ શ્યામરાવ, નિતેન્દ્ર ઠાકોરભાઇ, યાજ્ઞિક મુકેશભાઇ, શ્રવણ વેરસી, પુરણ પરભુ સાથેની ટીમે 1 સપ્ટેમ્બર 2021ના રોજ વલસાડના ડુંગરી પાસે વાઘલધરા હાઇવે ચેક પોસ્ટ ઉપર મુંબઇથી અમદાવાદ તરફ આવતા જતા વાહનો પર સાંજે વોચ રાખી ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ રહી હતી તે અરસામાં એક કાળા કલરની કાર પસાર થતી માલુમ પડતાં તેને રોકવામાં આવી હતી.આ કારમાં 3 ઇસમો બેઠલા હતા,જેમની પોલીસે પુછપરછ હાથ ધરતાં એક ઇસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જેને પકડી પાડી ઝડતી લેવાતાં તેના પેન્ટના ખિસામાંથી કોથળીમાં 58.38 ગ્રામએમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા આ ત્રણે ઇસમોની ધરપકડ કરી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ ડ્રગ્સ મગાવનાર અને મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં રહેવાની ભૂમિકા ભજવનાર આરોપી શહેજાદ ઇસ્માઇલભાઇ મરચંટની ડુંગરી પોલીસે ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપીએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી.જેમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મુખ્ય સેશન્સ જજ પ્રકાશકુમાર પટેલે જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...