તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકીમાં આરોપીના જામીન રદ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોઇમાના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો

વલસાડ જિલ્લાના પારડીના ગોઇમાના એક વિકૃ્ત માનસિકતા ધરાવતા યુવક દ્વારા 14 વર્ષીય સગીરાનો પીછો કરવા,જાતિય સતામણી અને તેના ફોટો વાયરલ કરવાની ધમકી કેસમાં આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટના સ્પે.જજ એમ.આર.શાહે આ હુકમ કર્યો હતો.

ગાઇમામાં રહેતો 22 વર્ષીય સ્મિત સુરેશભાઇ પટેલ,રહે.ગોઇમા,તા.પારડીનો તેના મોબાઇલ પર એક સગીરાને સોશ્યિલ મીડિયાના માધ્યમથી અશ્લિલ મેસેજો મોકલતો હતો.સગીરાનો પીછો કરી હાથ પકડી જાતિય સતામણી કરી સગીરા તથા તેની માતાના ફોટાઓ વાયરલ કરવા અને બદનામ કરવાની ધમકી આપતો હતો.આ બનાવને પોલીસે ગંભીરતાથી લઇ સગીરાના પિતાની ફરિયાદના આધારે સ્મિત પટેલને વલસાડ સાઇબર ક્રાઇમના પીઆઇ વી.એચ.જાડેજા, પીએસઆઇ જે.જી.મોડ તથા આર.બી.વનારની ટીમે સ્મિત પટેલને ઝડપી લીધો હતો.આરોપી સ્મિત પટેલના રિમાન્ડ બાદ જ્યુ.કસ્ટડીમાં ધકેલાયો હતો.જેણેે જામીન અરજી રજૂ કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટના સ્પે.જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...