જામીન અરજી રદ કરી:વાપીમાં જૂની અદાવતમાં હત્યા કરનાર આરોપીએ પત્નીની સારવાર માટે 10 દિવસના જામીન માગ્યા, કોર્ટે અરજી રદ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં રામનગર કોપરલી રોડ ઉપર બાઈક ઉપર તેના ભાઈ સાથે પસાર થઈ રહેલા યુવકની બાઈક આગળ આરોપીએ પોતાની મોપેડ લાવી યુવકની બાઈક અટકાવી હતી. યુવકને મોબાઈલના સીમકાર્ડનું બીલ ભરવા રૂપિયાના હિસાબની લેતીદેતીના ઝઘડાની અદાવત રાખી યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. તે કેસમાં આરોપીની બીમાર પત્નીની સારવાર માટે જેલમાંથી મુક્ત થવા 10 દિવસના જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના કે જે મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં રહેતા હિરલ હરિભાઈ પરમારના નામે સતીશ ઉર્ફે સત્યો કેશવભાઈ પટેલે મોબાઈલનું સીમકાર્ડ ખરીદ્યું હતું. જેના રૂપિયાની લેતીદેતીના હિસાબની અદાવત રાખી હતી. 4થી ઓક્ટોબર 2017ના રોજ હિરલ તેનો ભાઈ મયંક પરમાર સથે વાપીના છીરી ખાતે રામનગર કોપરલી રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. જે દરમ્યાન આરોપી સતીશ ઉર્ફે સત્યો કેશવ પટેલે તેના મિત્ર સાથે મોપેડ ઉપર આવી હિરલ પરમારની બાઈક અટકાવી હિરલ ઉપર ચપ્પુ વડે ઘા મારી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. તે કેસમાં આરોપી સતીશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સતીશ પટેલની બીમાર પત્નીની સારવાર માટે 10 દિવસની જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કર્યા હતા. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપી સતીશ પટેલના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...