વલસાડમાં રહેતાં બેંકના નિવૃત્ત કર્મચારીએ બેંક ઓફ બરોડાના ખાતામાં મોબાઇલ નંબર બેંક સાથે લિન્ક કરાવેલો મોબાઇલ નંબર મેળવી સુરતના એક ઠગ રાહુલ ઇશ્વરભાઇ ચૌહાણ, ઉ.24, મૂળ,રહે, બોટાદ, હાલ રહે, સુરતનાએ આ નંબરનો સીમકાર્ડ લઇ બેંક કર્મચારી સાથે મળી એકાઉન્ટમાંથી રાહુલે તેના અન્ય 5 સાગરિત સાથે અલગ અલગ દિવસોમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાગરિતોના ખાતામાં અલગ અલગ દિવસોએ રકમ ટ્રાન્સફર કરી કુલ રૂ.5.30 લાખ ઉપાડી લીધા હતા..આ માટે તેમણે બીઓબી અમરેલીના એક બેંક કર્મચારી કનુભાઇ અને મેનેજરનો સંપર્ક કરી રૂ.2 લાખ આપવાનું પણ નક્કી કર્યું હતું.
બેંકની એપ ડાઉનલોડ કરી તમામ માહિતી ભેગી કરી ઓનલાઇન છેતરપિંડી કરાઇ હતી. નિવૃત્ત કર્મચારીએ વલસાડ જિ.સાઇબર ક્રાઇમ પોલીસ મથકે કરતાં આરોપીઓ રાહુલ ઇશ્વર ચૌહાણ,મૂળ બોટાદ,હાલ સુરત,આરતીશ ભરતભાઇ ચૌહાણ, રહે.બોટાદ, તનજ અજય બેરા, રહે.સુરત, નૈમિશ ગીરીશ રંગપરા, આરોપી,રહે.સુરત, ભાવેશ રમેશ ચાવડા,કેતન અશોક મકવાણા મળીસુરત, ભાવનગર અને બોટાદના 6 આરોપી ઠગોને સાઇબર ક્રાઇમે ઝડપી પાડી જેલભેગા કર્યા હતા.સાઇબર ક્રાઇમ પોલીસે 1 આરોપીને ચીફ જ્યુડિશ્યિલ કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું પીઆઇ પી.ડી.જાનીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.