હુકુમ:ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીના જામીન નામંજૂર

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરતના યુવાને પાસવર્ડથી 3.23 લાખ ઉપાડ્યા હતા

સુરતના એક ઇસમે વલસાડ ગુંદલાવના 55 વર્ષીય વડીલ સાથે મિત્રતા કેળવી તેમનું બેંક એટીએમનું પાસવર્ડ અને ઓટીપી મેળવી બારોબાર રૂ.3.23 લાખની છેતરપિંડી કેસના આરોપીના જામીન વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધાં છે. વલસાડ ગુંદલાવ જીઆઇડીસીમાં રવિ ટ્રાન્સપોર્ટની બાજૂમાં શક્તિ નગરમાં રહેતા 55 વર્ષીય ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ અગાઉ સુરત ઘોડદોડ રોડ ઉપર પનાસ ગામ,એગ્રીકલ્ચર ફાર્મ પાસે રહેતા હતા.

જ્યાં પડોશમાં રહેતા કુણાલ વસંતભાઇ પવાર નામના 30 વર્ષીય યુવાન સાથે મિત્રતા થતાં તેમના બેંક એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા પૈસા ઉપાડવા વડીલ તેની મદદ લઇને પૈસા ઉપાડતા હતા.છેલ્લા 9 માસથી તેમણે તેમના બેંક એકાઉન્ટની તપાસ કરી ન હતી.ત્યારબાદ તપાસ કરતાં બેંક એકાઉન્ટમાંથી રૂ.3.23 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ઉપડી ગઇ હતી..જેની ફરિયાદ 1 સપ્ટેમ્બર 2021ના રોજ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી.

જેમાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં આરોપી કુણાલે વડીલનું એટીએમ પાસવર્ડ અને ઓટીપી મેળવી લઇ છેતરપિંડી કરતા તેને સુરતથી ઝડપી લીધો હતો.આ કેસમાં આરોપી કુણાલ પવારે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. જિલ્લામાં સાઈબર ક્રાઈમના ગુના વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...