સાયબર ક્રાઇમ:વલસાડની મહિલાનો ફોન હેક કરી બદનામ કરનારો આરોપી ઝડપાયો

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી યુવાન - Divya Bhaskar
આરોપી યુવાન
  • ખોટા મેસેજો કરનારને વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે દબોચ્યો

મહિલાઓને રંજાડતા ઇસમો બેફામ થઇ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ આ મહિલાઓની સુરક્ષામાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.વલસાડની એક મહિલાએ 6 ઓક્ટોબર 2021ના રોજ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ઇસમે તેના મોબાઇલ ફોન પરથી તેણીના વોઇસ કોલના રેકોર્ડિંગ્સ યેનકેન પ્રકારે જાણ બહાર મેળવી લીધાં હતા.

બાદમાં ફોન કોલ્સમાં થયેલી વાતચીતને મળતાં ભળતાં જ મેસેજો કરી તેણીના પારિવારિક મિત્રના નામ સાથે જોડી આ મહિલા તેણી સાથેના સંબંધને અલગ રૂપ આપી ટેક્સ મેસેજિસ ખુદ આ મહિલા અને તેના પતિ તથા તેમના મિત્રના પરિવારના સભ્યોના મોબાઇલ ફોન ઉપર કરી આ ઇસમ બદનામ કરી રહ્યો હતો.

આ ગુનાહિત કૃત્યની મહિલાએ 6 ઓક્ટોબરે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરતા ડીજીપી ડો.એસ.પી.રાજકુમાર,એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ આરોપીને તાત્કાલિક ઝડપવા સૂચના આપી હતી.જેને લઇ ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પીઆઇ વી.એચ.જાડેજા,પીએસઆઇ જે.જી.મોડ અને તેમની અલગ અલગ ટીમે વર્કઆઉટ કરી ટેક્નિકલ વર્કઆઉટના આધારે તપાસ કરતાં આ મહિલાને બદનામ કરનાર આરોપી ઉમરગામ સોળસુંબા,કિસ્મત એપાર્ટમેન્ટના ફલેટ નં.201માં રહેતો 29 વર્ષીય સુશીલ રામબાબુ ચૌધરી નિકળતાં સાઇબર પોલીસે તેને 1 જ દિવસમા ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...