તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ધરાસણામાં ફાયરિંગ લૂંટના આરોપીના જામીન ફગાવાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુકાનીધારીઓએ લૂંટ ચલાવી હતી

ડુંગરી પાસે ધરાસણા ગામે ઉંટડી રોડ ઉપર રહેતા રમેશભાઇ ઝીણાભાઇ કોળી પટેલ વલસાડ દ.વન વિભાગમાં ઓએસ તરીકે 16 વર્ષથી નોકરી કરતા હતા.22 માર્ચ 2019ના રોજ તેઓ પરિવાર સાથે ઘરમાં હાજર હતા ત્યારે 5 જેટલા બુકાનીધારી રિવોલ્વર તેમજ તિક્ષ્ણ હથિયાર સાથે ધસી આવી પત્ની રમીલાબેન તથા રાકેશભાઇના પગમાં રિવોલ્વરથી ફાયરિંગ કરી લોહિલુહાણ કરી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા રૂ.30 હજાર સહિત કુલ રૂ.90 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ કેસમાં ડુંગરી પોલિસે શસ્ત્ર લૂંટનો ગુનો દાખલ કર્યો હતો.આ ઘટનાના આરોપી ઇન્દ્રગુપ્ત નંદુ આહિરની પોલિસે ધરપકડ કરી હતી.આરોપીએ પોતાને એચઆઇવી અને ડીબીની બિમારીથી પિડાતો હોવાનું કારણ રજૂ કરી વલસાડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની મજબૂત દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...