વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને વર્ષ 2019 નજીકમાં રહેતા પરિણીત અને 2 બાળકોના પિતાએ લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. તેમજ દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ સગીરાની માતાએ ઉમરગામ પોલીસ મથકે FIR નોંધાવી હતી. તે કેસમાં આરોપીની ધરપકડ બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા બીજી વખતના રેગ્યુલર જામીન અરજી 12 મે ના રોજ વાપીની સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસ ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સેશન્સ કોર્ટના જજ K J મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડ તાલુકામાં રહેતી એક સગીરાને નજીકમાં રહેતા 2 પુત્રના પિતાએ લગ્ન કરવાની લોભામણી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાના માતા પિતા ખેત મજૂર હોવાથી મજૂરી કરવા જાય ત્યારે સગીરાના ઘરે આવી પરિણીત યુવકે સગીરાની એકલતાનો લાભ લઈને ઇમોશનલી બ્લેકમેઇલ કરી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ સગીરાના પરિવારને જાણ ન કરવા ધમકાવતો હતો. ત્યારે સગીરાના પરિવારને જાણ થતાં ઉમરગામ પોલીસ મથકે 8મી નવેમ્બરના રોજ સગીરાની માતાએ પરિણિત યુવક વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે FIR નોંધાવી હતી.
ઉમરગામ પોલીસે આ કેસમાં પરિણિત યુવકની ધરપકડ કરી હતી. તે કેસમાં જેલમાંથી મુક્ત થવા યુવકે વાપીની સેશન્સ કોર્ટમાં બીજી વખતના રેલગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીનો અસરકારણ દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સેશન્સ કોર્ટના જજ K J મોદીએ આરોપી યુવકના રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.