તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડમાં 1 કરોડની ખંડણી માટે ડોકટરના અપહરણ કેસમાં આરોપીઓેને 5 દિ’ના રિમાન્ડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોકટરને 15 કલાક બંધક બનાવી નિર્વસ્ત્ર હાલતમાં ઓઝર ગામે ફેંકી દીધો હતો

વલસાડ હરિયાના એક ડોકટરને સપ્ટેમ્બર 2020માં 4 અપહરણકર્તાએ રૂ.1 કરોડની ખંડણી માટે અપહરણ કરી બંધક બનાવવાના ચકચારી કેસમાં એલસીબીએ આરોપીઓને બુધવારે ઝડપી પાડ્યા બાદગુરૂવારે કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં રિમાન્ડની માગણી કરતા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હરિયાના ડોકટર જનક વૈરાગીનું 23 સપ્ટેમ્બર 2020ના રોજ દિપેશ પટેલ,ચિંચવાડા,રોહન પટેલ ચણવઇ વાડી ફળિયા,કલ્પેશ ઉર્ફ ભીમો,ચણવઇ વાડી ફળિયા,લલિત ઉર્ફ સોમુ પટેલ,અંજલાવ દાદરી ફળિયાનાઓએ વલસાડ ભગોદ વૃધ્ધાશ્રમ પાસે મેહ ગામ જતા રસ્તે 2 કાર તથા મોટરસાઇકલ પર આવી ડોકટરે આંતરી આંખે, મોઢે અને હાથે સેલોટેપ બાંધી અપહરણ કરી નાનાપોંઢા સુખેશમાં આરોપી રોહનના મામાના ઘરની બાજૂના એક બંધ મકાનમાં મૂકી દીધાં હતા.આ દરમિયાન આરોપીઓએ ડોકટર પાસેથી રૂ.1 કરોડની ખંડણીની માગણી કરી હતી અને તેમની પત્નીને પણ હિન્દીભાષામાં ખંડણી માટે ફોન કર્યો હતો.

જો કે આ બનાવની પ્રચારપ્રસાર માધ્યમોમાં સમાચારો આવતા આરોપીઓ પકડાઇ જવાની બીકે ડોકટર જનક વૈરાગીને 15 કલાક બંધક બનાવ્યા બાદ કારમાં બેસાડી વલસાડના ઓઝર ગામે નિર્વસ્ત્ર હાલતમાં એકાંત જગ્યાએ ફેંકી ફરાર થઇ પરત ઘરે રહેવા લાગી ગયા હતા.આ કેસમાં વલસાડ એલસીબીએ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સઘન તપાસ કરી 11 માસ બાદ ઝડપી પાડી મોટી સફળતા મેળ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...