હત્યાનો પ્રયાસ:વલસાડમાં દારૂ સાથે ઝડપાયેલો આરોપી કાર લઈને ભાગ્યો, પોલીસે પીછો કરી કાર રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારચાલક પોલીસને ચકમો આપી ફરાર

વલસાડના ધરમપુર ચોકડીથી સીટી પોલીસના જવાને દારૂ ભરેલી કારમાં 2 ઇસમોને ઝડપી પાડયા હતા. સીટી પોલીસ મથકે લાવી રહ્યા હતા. જે દરમિયાન પોલીસ મથક સામેથી આરોપીએ પોતાની કારને આગળ હંકારી ગયો હતો. સરકારી કારમાં પોલીસ જવાને કારનો પીછો કરી સર્કિટ હાઉસ પાસે ટ્રાફિકમાં કારને અટકાવી હતી. પોલીસ જવાને કાર અટકાવી હોવાનું જાણવા છતાં આરોપીઓએ પોલીસ જવાનને કારના બોનેટ ઉપર બેસાડી સિવિલ રોડ ઉપર કાર હંકારી મૂકી હતી. અચાનક બ્રેક મારી બોનેટ ઉપરથી પોલીસ જવાનને રોડ ઉપર પટકાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી કારનો ચાલક ભાગી ગયો હતો. બનાવ અંગે સીટી PIએ પોલીસ મથકે FIR નોંધાવી હતી.

વલસાડ સીટી પોલીસના પોલીસ કોસ્ટબલ જયંતીભાઈ ગનાભાઈએ ધરમપુર ચોકડી પાસે બાતમીના આધારે એક કાર ન.GJ-05-CP-7302ને અટકાવી ચેક કરતા કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારને સીટી પોલીસ મથકે લાવવામાં આવી રહી હતી. સીટી પોલીસ મથક સામેથી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સર્કિટ હાઉસ તરફ હંકારી મૂકી હતી. પોલીસ જવાન જયંતિભાઈએ સરકારી ગાડીમાં સર્કિટ હાઉસ પાસે ટ્રાફિક સિગ્નમાં ઉભેલી દારૂ ભરેલી કારના ચાલકને અટકાવવાનો ઈશારો કરતા કારના ચાલકે જયંતીભાઈ ઉપર કાર ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ જવાને કારના બોનેટ ઉપર વાઈપર પકડી લટકી ગયા હતા. કારના ચાલકે પોતાની કાર સિવિલ રોડ ઉપર હંકારી મૂકી હતી. સર્કિટ હાઉસના બીજા ગેટ સુધી જયંતિભાઈને કારના બોનેટ ઉપર રાખી કારના ચાલકે કારને હંકારી મૂકી હતી. અચાનક બ્રેક મારી જયંતિભાઈને રોડ ઉપર પટકાવી કારનો ચાલક દમણ તરફ કાર લઈ ભાગી ગયો હતો. બનાવની જાણ સીટી પોલીસની ટીમને અને પોલીસ જવાનોને થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જેમાં કારના ચાલકને અને તેના સાથીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

વલસાડ સીટી PI વિક્રમસિંહ મોરીએ કારનો ચાલક વિરૂદ્ધ 307, 333,186 અને 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. સીટી પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...