વૈશાલી બલસારા હત્યા કેસનો મામલો:આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, અનેક ભેદ ખુલવાની સંભાવના

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની તપાસમાં ગુમરાહ કરીને સમય વેડફતી હોવાના આક્ષેપ પોલીસે કર્યા

વલસાડની સિંગર વૈશાલી બલસારાની કારમાં પારડી પાર નદી કિનારે અવારું જગ્યામાં બંધ કારમાંથી વૈશાલીની લાશ મળી હતી. તે કેસમાં વલસાડ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝીણવટભરી રીતે ચેક કરતા હત્યા કેસમાં બબીતા કૌશિકની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. પારડી પોલીસે બબીતાની અટકાયત કરી 5 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ દરમિયાન બબીતાએ જણાવેલી ઘણી વાતો ખોટી સાબિત થતા તેની ખરાઈ કરવા માટે પારડી પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પારડી પોલીસને વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પારડી તાલુકામાં આવેલી પાર નદી કિનારે વલસાડની સિંગર વૈશાલી બલસારાની કારમાં જ તેને ગળે ટૂંપો આપી હત્યા કરી કારમાં લાશ મૂકી હત્યારાઓ જતા રહ્યા હતા, તે કેસમાં વલસાડ પોલીસે જીણવટ ભરી રીતે પૂછપરછ કરતા વૈશાલી બલસારાની હત્યા પાછળ બબીતા કૌશિકની મુખ્ય ભૂમિકા હોવાનું જાણવા મળ્યું હતું. પારડી પોલીસે બબીતાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી 5મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં બબીતા પાસેથી વધુ વિગતો જાણવાની હોવાથી તેમજ કોન્ટ્રાકટ કિલર્સને ઝડપી પાડવા અને બબીતાની તપાસ બાકી હોવાનું જણાવી પારડી પોલીસે આજરોજ 10 દિવસના વધુ રિમાન્ડની માંગણી કોર્ટ પાસે કરી હતી. પરંતુ કોર્ટે આરોપી પક્ષના વકીલની યોગ્ય રજૂઆતને ધ્યાને રાખીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા રાજ ખુલશે તેમ પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...