ગૌવંશની તસ્કરીનો મામલો:વલસાડમાં ગૌ તસ્કરી મામલે ઝડપાયેલા એક આરોપીની સારવાર પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પકડમાંથી ભાગી ગયેલો એક આરોપી હજુ પણ ફરાર

વલસાડ પોલોસે 5મી ઓક્ટોબરના રોજ RPF ગ્રાઉન્ડ પાસેથી ગૌ તસ્કરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન તસ્કરોએ ભાગવા જતા તસ્કરોની કાર પલ્ટી ગઈ હતી. અને ગૌ તસ્કરો ઇજાગ્રસ્ત હાલતમાં ભાગી છૂટ્યા હતા. જે પૈકી 3 ઝડપાયા હતા. 2 ઇજાગ્રસ્ત તસ્કરો પૈકી 1 તસ્કરને હોસ્પિટલમાંથી રજા આપતા આરોપીની ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

વલસાડ સિવિલ રોડ ઉપર 5મી ઓક્ટોબરના રોજ નેત્રમની ટીમે રાત્રે કેટલાક ઈસમોને કારમાં ગૌ તસ્કરી કરી ભાગતા જોયા હતા. તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી વલસાડ જિલ્લા પોલીસને એલર્ટ કરી હતી. જિલ્લા પોલીસની ટીમે વલસાડ શહેર અને જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન RPF ગ્રાઉન્ડ પાસે વલસાડ પોલીસની ટીમે તસ્કરોની કારને અટકાવવાનો પ્રયાસ કરતાં તસ્કરો દ્વારા પોલીસ વાહન ને ટક્કર મારી ભાગવા જતા તસ્કરોની કાર પલટી ગઈ હતી, અને 4 જેટલા ગૌ તસ્કરી સાથે સંકળાયેલા આરોપીઓ ભાગી છૂટયા હતા.

વલસાડ જિલ્લા પોલીસે વિસ્તારને કોર્ડન કરીને વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ગૌ તસ્કરી કરતા ભાગેલા 4 પૈકી વલસાડ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. તેમાંથી બે આરોપીની તબિયત લથડતા તેમને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. જે પૈકી 7મી ઓક્ટોબરની સવારે સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનોની નજર ચૂકવી એક આરોપી ભાગી છુટયો હતો. જ્યારે અન્ય એક દાખલ આરોપી સારવાર હેઠળ હતો. તે આરોપીની સારવાર પૂરી થતા આરોપી મહમદ મુખ્તાર શેખની 16 ઓક્ટોબરની મોડી સાંજે પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...