SPની કડક કાર્યવાહી:વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી ગૌ તસ્કરી મામલે ઝડપાયેલ આરોપી ભાગી જવાનો મામલો, ફરજમાં બેદરકારી દાખવનાર 2 LRD જવાનો સસ્પેન્ડ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સવારે એક આરોપી પોલીસ જવાનની નજર ચૂકવી ફરાર થયો હતો

વલસાડ RPF ગ્રાઉન્ડ પાસેથી ગૌ તસ્કરીમાં ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓને વલસાડ પોલીસે ઝડપી પાડયા હતા. તેમાંથી બે ઇજાગ્રસ્ત આરોપીઓને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા હતા. 7 ઓક્ટોબર ની વહેલી સવારે એક આરોપી, પોલીસ જવાનની નજર ચૂકવી ભાગી ગયો હતો. જે કેસમાં ફરજ ઉપર બેદરકારી દાખવનાર બંને LRD જવાનોને વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા એ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ બંને જવાનોને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.

વલસાડની નેત્રમની ટીમને 5મી ઓક્ટોબરની રાત્રે કેટલાક ઈસમોને કારમાં ગૌ તસ્કરી કરી ભાગતા જોયા હતા. તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી વલસાડ જિલ્લા પોલીસને એલર્ટ કરી હતી. જિલ્લા પોલીસની નાકાબંધી દરમિયાન RPF ગ્રાઉન્ડ પાસે વલસાડ પોલીસે તસ્કરોની કારને અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસ વાહનને ટક્કર મારી ભાગવા જતા તસ્કરોની કાર પલટી ગઈ હતી, અને ચાર આરોપીઓ ભાગી છૂટયા હતા. જે પૈકી વલસાડ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી બે આરોપીઓની તબિયત લથડતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકી ગુરુવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનોની નજર ચૂકવી એક આરોપી ભાગી છૂટ્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસની ટીમને જાણ થતા જિલ્લા પોલીસે રેલવે સ્ટેશન, બસ ડેપો સહિત જિલ્લા માંથી બહાર જતા તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જે કેસમાં ફરજ ઉપર બેદરકારી દાખવનાર 2 LRD જવાનોને SP ડો.રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જેને લઈને પોલીસ બેડામાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો.

વલસાડ જિલ્લામાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની ટીમે 5મી ઓક્ટોબરની રાત્રીએ એક કારમાં ગૌ વંશની તસ્કરી કરતા જોવા મળતા કમાન્ડ કંટ્રોલની ટીમે તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી જિલ્લામાં પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જે દરમિયાન RPF પરેડ ગ્રાઉન્ડ પાસે પોલીસ ની ટીમે ગૌવંશની તસ્કરોની કારને પોલીસ જવાનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પકડાઈ જવાની બીકે ગૌ તસ્કરોએ પોલીસની કાર ઉપર કાર ચઢાવી ભાગવાનો પ્રયાસ કરતા તસ્કરોની કાર પલ્ટી ગઈ હતી. અને તસ્કરો કારમાંથી 4 તસ્કરો ભાગી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ કરતા મહારાષ્ટ્રના ભીવડીના 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. તે પૈકી 2 આરોપીઓ ની તબિયત લથડતા 2 ગૌ તસ્કરોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જે પૈકી એક ગૌ તસ્કર પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનોની નજર ચૂકવી સિવિલ હોસ્પિટલમાથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ પોલીસ જવાનોને થતા જિલ્લા પોલોસની એલર્ટ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...