હત્યા:ડુંગરી હાઈવે પર ટ્રાન્સપોર્ટના પાર્કીંગમાં એક ટ્રકચાલકે બીજા ટ્રકચાલકની હત્યા નિપજાવી, આરોપીની ધરપકડ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો

વલસાડના ડુંગરી હાઈવે પર ટ્રાન્સપોર્ટના પાર્કીંગમાં બે ટ્રકના ડ્રાઈવરો વચ્ચે ફિંગર કાઉન્ટર ડીવાઈઝ અડવાને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બે દિવસ પછી જમવાને મામલે બોલાચાલી થતા એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરના માથામાં ટોમી ફટકારી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પોલીસે હત્યા નિપજાવનાર ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ડુંગરી હાઈવે પર આવેલી બાલાજી કંપની નજીક આવેલા શંકર તળાવ ગામ ખાતે કૃપા માર્કેટીંગ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કીંગમાં બે ટ્રક ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થઈ હતી. એક ડ્રાઈવર પાસે રહેલું ફિંગર ક્રાઉન ચેક કરવા મદનલાલ નામના ડ્રાઈવરે માગ્યું હતું અને ચેક કરવાના નામે ડીજીટ ફેરવવા લાગ્યો હતો. જેથી પુષ્પર રાઠોડ નામના ડ્રાઈવરે ડીજીટ ચેન્જ ન કરવા જણાવ્યું હતું. આ મામલાને લઈ પુષ્પર અને મદનલાલ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા મદનલાલે લાકડા વડે પુષ્પરને માર માર્યો હતો. પુષ્પરે કન્ટેનરમાંથી ટોમી કાઢીને મદનલાલને માથામાં મારી લોહીલુહાણ કરી ભાગી છુટ્યો હતો.

ઘટના અંગે કૃપા ટ્રાન્સપોર્ટના મેનેજરે ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમે તત્કાલિમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મદનલાલને ડુંગરી CHC ખાતે ખસેડે તે પૂર્વે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ડુંગરી પોલીસે હાઇવે ઉપર નાકાબંધી હાથ ધરી હત્યા કરી ભાગી ગયેલા પુષ્પરને ઝડપી પાડી તેના વિરુદ્ધ FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...