પોલીસની લાપરવાહી:ખાનવેલ પોલીસ સ્ટેશનમાંથી રાત્રિએ પાણી પીવાના બહાને આરોપી ફરાર

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનવેલ પોલીસ સ્ટેશન ચોરીનો આરોપી ફરાર થયો. - Divya Bhaskar
ખાનવેલ પોલીસ સ્ટેશન ચોરીનો આરોપી ફરાર થયો.
  • ચોરીના આરોપીને થાણા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લવાયો હતો

દાનહના ખાનવેલ પોલીસ સ્ટેશનમાં કેદ ચોરીનો આરોપી બુધવારની રાતે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. પોલીસે આખી રાત શોધખોળ હાથ ધરી પરંતુ આરોપીનો કોઈ જ પતો લાગ્યો નથી. આરોપી પાણી પીવાનું કહેતા તેને કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કૈલાશ લખમી દળવી ઉ.વ.22 રહેવાસી ઉદવા, દલવીપાડા જે થાણાની સેન્ટ્રલ જેલમા કેદ હતો જેને ચોરીના આરોપમા 18મે ના રોજ ટ્રાન્સફર વોરંટ પર ખાનવેલ પોલીસ સ્ટેશનમા લાવવામા આવ્યો હતો. જે બુધવારે રાત્રે નવ વાગ્યે પાણી પીવાના બહાને કસ્ટડીની બહાર નીકળ્યો હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. ફરાર આરોપીને શોધવા માટે નાકાબંધી કરવામા આવી હતી પરંતુ આરોપી હજી સુધી પોલીસના હાથે ઝડપાયો નથી.

અન્ય સમાચારો પણ છે...