તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નિકલ પરેશાની:વલસાડ તાલુકાની 20 પંચાયતમાં સર્વર ખોટકાતા ખાતેદારો અટવાયા

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવાઝોડાના સહાયના ફોર્મ ઓનલાઇન ભરવાના હતા

વલસાડ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર સર્વર ખોટકાતા અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તાઉતે વાવઝોડા હેઠળ ઓનલાઇન સહાયનાં ફોર્મ અને 7-12 ઉતારા માટે ખાતેદારો પંચાયતોમાં પહોંચી રહ્યા છે. પરંતુ સરવરમાં ટેક્નિકલ ક્ષતિથી ફોર્મ મળી શક્યા ન હતા. ટાઉતે વાવાઝોડામાં ખેતીવાડીથી લઈને મકાનોને ભારે નુકસાન થયું છે. વાવાઝોડામાં થયેલ નુકસાન સામે સહાય આપવા સરકારે ખેડૂતોના આર્થિક સહાય આપવા જાહેરાત કરી હતી.જેના ફોર્મમાં જરૂરી કાગળોની પૂર્તી કરીને જે તે ગામના ગ્રામ સેવકોને આ ફોર્મ જમા કરાવવા આદેશ કરાયા હતા.

સહાય મેળવવા ખેડૂતો વાવઝોડા સહાયના ફોર્મ ભરી રહ્યાં છે.બે દિવસથી સહાય ફોર્મ માટે જરૂરી 7-12 નાં ઉતારાની નકલો મેળવવા ખેડૂતોનો પંચાયતોમાં દાખલા કઢાવવા ધસારો છે. જોકે વલસાડનાં ડુંગરી સહીત 10 ગામો અને કાંઠા 10 ગામો સાથે 20 ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સર્વર ખોટકાઇ જતા 7-12 નાં ઉતારાની નકલોનું કામ ઠપ થઇ ગયું હતું.

ફોર્મ ભરવા જતાં સર્વરની સમસ્યાથી ચિંતા
સહાયના ફોર્મ વહેલી તકે જમા કરવાના સમયે સર્વરમાં ખામી આવતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય તેવી કે સ્થિતિ ઉદભવી રહી છે. જો કે પંચાયતોમાં કોમ્પ્યુટર ચાલૂ કરાવવા સરપંચો ધ્યાન આપે અને અસરગ્રસ્ત ખેડૂતોને સરકારી સહાયમાં મદદરૂપ થાય. - મોહન પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...