તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વલસાડ જિલ્લા પંચાયતમાં નવા રોટેશન મુજબ સામાન્ય મહિલા માટે પ્રમુખપદ અનામત રહેશે

વલસાડ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખપદ માટે નવું અનામત રોટેશન અમલી બનશે

વલસાડ જિલ્લા પંચાયતની 2021ની સામાન્ય ચૂંટણી બાદ પ્રમુખપદ કોના ફાળે જશે તે મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે.કઇ કાસ્ટ કેટેગરીના ઉમેદવાર જિ.પં.ના નવા પ્રમુખ બનશે તે પર પણ સૌની નજર છે.જો કે ગત ટર્મમાં પુરૂષ ઉમેદવાર માટે પ્રમુખપદ અનામત હતું પરંતું જિ.તા.પંચાયતોની આ ચૂંટણી બાદ જિ.પં.ના પ્રમુખ પદે સામાન્ય મહિલા ઉમેદવાર બિરાજમાન થશે.આ સાથે 6 તાલુકા પંચાયતોના પ્રમુખપદ માટે પણ નવા રોટેશનનો અમલ કરવામાં આવશે.

28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી ચૂંટણીમાં જિ.પં.ની 38 બેઠક અને વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ અને કપરાડા મળી 6 તાલુકા પંચાયતોની 158 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખપદ માટે વિકાસ કમિશ્નરે જે રોટેશન જારી કર્યું છે તે મુજબ પ્રમુખ માટે જે તે કેટેગરીના ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે.2015 પછી વલસાડ જિલ્લા પંચાયતમાં અઢી અઢી વર્ષ માટે પ્રમુખ પદ ફાળવવામાં આવ્યું હતું.2015ની જિ.પં.ની સામાન્ય ચૂંટણી બાદ ભાજપે સત્તાનું સુકાન સંભાળતા 22 ડિસેમ્બર 2015ના રોજ સામાજિક શૈ.પ.ના ઉમેદવાર જિતેન્દ્રભાઇ ટંડેલને પ્રમુખપદ સોંપાયું હતું.ત્યાર બાદ અઢી વર્ષ પૂરા થતાં 21 જૂન 2018ના રોજ પ્રમુખ પદે ઉમરગામના મણિલાલ પટેલને જવાબદારી સુપરત કરી હતી.

ગત ટર્મમાં પ્રમુખ પદ ST મહિલા માટે હતું
2010માં જિ.પં.ની ચૂંટણીમાં પ્રમુખ પદનું રોટેશન જાહેર કરાયું હતું,જેમાં એસટી મહિલા અનામત માટે પ્રમુખપદ અનામત રાખવામાં આવ્યું હતું.જેમાં બારોલિયા બેઠક ભાજપના વિજેતા ઉમેદવાર મીનાબેન ચૌધરીએ 2015 સુધી 5 વર્ષ માટે પ્રમુખપદ સંભા‌ળ્યું હતું.

તાલુકા પંચાયતોમાં 2021માં પ્રમુખપદની બેઠક આ કેટેગરી માટે અનામત રહેશે

 • વલસાડ- સામાન્ય મહિલા
 • પારડી- અનુસૂચિત આદિ જાતિ મહિલા
 • ધરમપુર- અનુસૂચિત આદિ જાતિ મહિલા
 • વાપી-અનુસૂચિત આદિ જાતિ મહિલા
 • ઉમરગામ- અનુસૂચિત આદિ જાતિ
 • કપરાડા- અનુ.આદિ જાતિ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો