તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકીંગ:નાનાપોંઢા-વાપી માર્ગ પર પ્રાંત અધિકારી અને RTO અધિકારી દ્વારા આકસ્મિક વાહન ચેકીંગ અભિયાન હાથ ધરાયું

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ઓવરલોડ ડમ્પર ઝડપી પાડવામા આવ્યા

વલસાડ જિલ્લાના કપરાડા-વાપી ઓવલોડ મેટલ, માટી, રેતી અને કપચી ભરેલા ડમ્પરો દોડી રહ્યા હોવાની અનેક ફરિયાદ ઉઠતા વલસાડ RTO વિભાગને સાથે રાખીને ધરમપુર અને કપરાડા પ્રાંત અધિકારીએ આ વાપી કપરાડા રોડ ઉપર અકસ્મિત ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 ડમ્પરો ઓવરલોડ મેટલ ભરેલી ઝડપાઇ હતી. પ્રાંત અધિકારી અને RTOનું અકસ્મિત ચેકીંગ જોતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

કપરાડા તાલુકાના નાનાપોંઢા વાપી માર્ગ ઉપર પેટ્રોલ પંપ નજીક આજે ધરમપુર કપરાડા પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયા અને આર ટી ઓ અધિકારી દ્વારા આકસ્મિક વાહન ચેકીંગ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ત્રણથી વધુ ડમ્પરો ઓવેલોડ કપચી ભરી જતાં હતા, એ તમામને અટકાવ્યા હતા, અને જેઓની સામે કાર્યવાહી હાથ ધરતાં ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

મહત્વનું છેકે, કપરાડા તાલુકામાં અનેક સ્ટોન ક્વોરી આવેલી છે, જ્યાંથી કપચી અને પથ્થરો ઓવરલોડ ભરી અનેક ડમ્પરો પસાર થતા હોય છે, ત્યારે પ્રાંત અઘિકારી અને આર ટી ઓ અધિકારીઓ દ્વારા આકસ્મિક વાહન ચેકીંગ કરતાં ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...