તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વલસાડ કલેકટર કચેરી પાસે આડશ મુક્યા વગર જ રસ્તામાં ખોદકામ કરાતા અકસ્માત સર્જાયો, બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વલસાડ હોમ ગાર્ડ કચેરી, પોલીસ મથક, પોલીસ લાઈન, જૂની કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓની ચોકપ થયેલી ડ્રેનેજ લાઈન ચાલુ કરવા માટે પાલિકાની ટીમે પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પાલિકાની ટીમે કલેકટર કચેરી સામે આવેલી ડ્રેનેજ ચેમ્બર ડિટેક્ટર વડે શોધી, ડામર રોડ ખોદી, લાઇન શરૂ કરી નવી ડ્રેનેજ ચેમ્બર બનાવી, રસ્તા ઉપર કોઇ પણ રીતની આડાસ મૂક્યા વિના પાલીકા ની ટીમ જતી રહી હતી.

રસ્તા પર જોખમ હોવા છતા ખતરાનું કોઈ બોર્ડ કે આડશ ના મુકાતા DSP કચેરી તરફથી હાલર સર્કલ તરફ આવી રહેલી બાઈક નંબર GJ 15 AK 8769 ના ચાલકની નવી બનાવેલી ચેમ્બર પાસે બાઇક સ્લીપ થઇ હતી. જેને લઇ બાઇકચાલકને માથામાં ઈજાઓ પહોંચી હતી. વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાનોએ તાત્કાલિક યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...