તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Accident Between Rickshaw And Moped In Front Of DDO's Bungalow On Tithal Road In Valsad, Moped Driver Shifted To Hospital Via 108

અકસ્માત:વલસાડના તિથલ રોડ ઉપર DDOના બાંગ્લા સામે રીક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત, મોપેડ ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડયો

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિથલ તરફથી આવતી રીક્ષાએ મોપેડને અડફેટે લેતા મોપેડ ચાલક ઇજા ગ્રસ્ત

વલસાડના તિથલ રોડ ઉપર તિથલ તરફથી આવતા રીક્ષા ચાલકે DDOના બંગલા સામે મોપેડ ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થતા 108ની ટીમની મદદ લઈને રીક્ષા ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.

વલસાડના તિથલ રોડ ઉપર DDO બંગલાની સામે તિથલ તરફથી આવતી એક રીક્ષા નંબર GJ-15-AU-3429ના ચાલકે મોપેડ ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. સાથે રીક્ષા ચાલકે રિક્ષાને GSPC ગેસ લાઈનના સાઈન પોલ સાથે ટકરાવી સાઈન પોલ પાડી દીધો હતો. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને 108ની ટીમની મદદ લઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...