• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Accident Between Container And Trailer Near Dhamdachi Piru Phalia In Valsad, Driver Pulled Out Of Cabin After Heavy Struggle

અકસ્માત:વલસાડના ધમડાચી પીરૂ ફળિયા પાસે કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચાલકને ભારે જહેમત બાદ કેબિનમાંથી બહાર કઢાયો

વલસાડએક મહિનો પહેલા
  • ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારી ટ્રેલર ઊભું રાખી દેતાં પાછળ આવતું કન્ટેનર અથડાયું
  • પોલીસે 2 ક્રેઇનની મદદથી ડ્રાઇવર કેબીનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો
  • કન્ટેઈનરના ક્લિનરનો ચમત્કારિક બચાવ, કન્ટેનર ચાલકને પગના ભાગે ઈજાઓ
  • અકસ્માતને પગલે મુંબઈ-સુરત હાઈવે પર ટ્રાફિક જામ

વલસાડના ધમડાચી પીરૂ ફળિયા પાસે કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરની ડ્રાઇવર કેબિન ટ્રેલરની લોખંડની બોડીમાં ફીટ થઈ જતાં કન્ટેનર ચાલક ડ્રાઇવર કેબીનમાં ફસાયો હતો. જેને પોલીસે 2 ક્રેઇનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. અકસ્માતને પગલે મુંબઈ-સુરત હાઈવે જામ થઈ ગયો હતો.

દહેજથી NEG કેમિકલ ભરી સેલવાસ તરફ જતાં કન્ટેનર નંબર GJ 16 AU 9425ની આગળ ચાલતા ટ્રેલર નંબર GJ 5 CU 4422ના ચાલકે ધમડાચી પીરૂ ફળિયા પાસે અચાનક બ્રેક મારી ટ્રેલર ઊભું રાખી દીધું હતું. જેથી તેની પાછળ આવતા કન્ટેનર નંબર GJ 16 AU 9425ના ચાલક ગુલામ મહમ્મદ સાકિર હુસેને કન્ટેનર ટ્રેલર સાથે અથડાવી દેતા, ટ્રેલર ડિવાઇડર કુદાવી મુંબઈ-સુરત રોડ ઉપર જતું રહ્યું હતું. કન્ટેનરની ડ્રાઇવર કેબિન ટ્રેલરની લોખંડની બોડીમાં ફીટ થઈ ગઈ હતી.

અકસ્માતને લઈ મુંબઈ-સુરત હાઈવે જામ થઈ ગયો હતો. બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમને થતા વલસાડ રૂરલ પોલીસે 2 ક્રેઇનની મદદ વડે ડ્રાઇવર કેબીનમાં ફસાયેલા કન્ટેનર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત ગુલાબ મહમદ સાકિર હુસેનને 108ની મદદ વડે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાથે સાથે કન્ટેઈનરના ક્લિનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલકને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...