તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતલખાનું ઝડપાયું:વલસાડના ધુમાડિયા ગામમાં પોલીસે ગૌ વંશનું કતલખાનું ઝડપ્યું, 4 આરોપીઓ નાસી છૂટ્યા એકની ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
 • ગૌ વંશનું કતલખાના સાથે એક ઈસમને ઝડપી પડ્યો હતો

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધુમાડિયા ગામમાં કતલાખાનું ઝડપી પાડ્યું છે. ધુમાડિયા ગામની આંબા વાડીની બાજુમાં આવેલા રસ્તા ઉપર કેટલાક ઈસમો ગૌવંશને કાપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે રેડ કરતાં ચાર ઈસમો નાસી છૂટ્યા હતા. જ્યારે એક વ્યક્તિ પોલીસના હાથ ચડ્યો હતો. પોલીસે ગૌવંશનું માંસ કબ્જે કર્યું હતું અને વધારે તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમમે રેડ કરતા 4 ઈસમો કતલ ખાનામાં ગૌ વંશને કાપવાની કામગીરી કરતા હતા. પોલીસે રેડ કરતા પોલીસને જોઈને ચારેય ઈસમો ભાગી રહ્યા હતા. પૈકી એક ઈસમનો પીછો કરીને ઝડપી પડ્યો હતો. પોલીસે ગૌ વંશનું કતલખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની ટીમે કુલ 40 કિલો ગૌ માસ સહિત એક આરોપીની ધડપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ધુમાડિયા મસ્જિદ નજીક આવેલી એક આંબા વાડી પાસે વાડીના રોડ ઉપર 4 ઈસમો ગૌ વંશને કતલ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે રૂરલ પોલીસના જવાનોએ બાતમીની જગ્યાએ રેડ કરી હતી. પોલીસની ટીમે રેડ કરતા જોઈને ગૌ વંશનું કતલ કરી રહેલા 4 લોકો ભાગી છૂટ્યા હતા. રૂરલ પોલીસના જવાનોએ આરોપીઓનો પીછો કરીને 4 પૈકી એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાગી ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. આરોપીઓ દ્વારા કેટલા સમયથી ગૌ વંશને કતલખાનું ચલાવવામાં આવી રહ્યું છે. વગેરે તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો