તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ:વલસાડમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોક જાગૃતિ અભિયાન છેડાયું

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકતાઓએ PPE કીટ પહેરી લોકોમાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

વિશ્વ પર્યાવરણ દિન પર્યાવરણ દિન નિનીત્તે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધારવા અને લોકોમાં ઓક્સિજનની જાગૃતિ વધારવા ABVP વલસાડ દ્વારા લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે પહેલ કરવામાં આવી હતી. શહેરના દરેક સર્કલ ઉપર ABVPના કાર્યકતાઓએ PPE કીટ પહેરી લોકોમાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન ઉભી થયેલી ઓક્સિજનની અછતને લઈને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વલસાડ ABVP દ્વારા લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ માટે ABVPના કાર્યકરો દ્વારા લોકોમાં જાગૃતિ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વલસાડના તમામ સર્કલ ઉપર જન જાગૃતિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને વૃક્ષ વાવવા અને પર્યાવરણ બચાવવા લોકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...