વલસાડ શહેરના અબ્રામા રોડ પર પાલિકા દ્વારા વોક વે, સાઇકલ ટ્રેક સાથે વયસ્કોને બેસવા માટે બાંકડાની બેઠક વ્યવસ્થા પણ કરાઇ છે.જો કે આ રોડ ઉપર વોક વે અને સાઇકલ ટ્રેક પર આડેધડ વાહન પાર્કિંગ અંગે પાલિકા અને પોલીસ સમક્ષ ફરિયાદો ઉઠી હતી. જેથી પગલે પાલિકા તંત્ર અને પોલીસ દ્વારા રોડ પર નડતર વાહનોના પાર્કિંગ દુર કરવા માટે સિટી પોલીસ અને પાલિકા કર્મચારીઓ પહોંચી ગયા હતા.જ્યાં તેમણે હંમાશા પાર્ક કરાતી ખાનગી ટ્રાવેલ્સની 2 લક્ઝરી બસ ડિટેઇન કરી બંનેના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો ઉપરાંત 100થી વધુ નાના વાહનોને દૂર કરી ફરી અહીં પાર્કિંગ કરાશે તો કડક કાર્યવાહીની ચીમકી વાહનચાલકો અને વેપારીઓને આપી હતી.
તો જવાબદારી દૂકાનદારોની રહેશે
પોલીસને ટીમે અબ્રામા ઝોનમાંથી ધરમપુર ચોકડી સુધીના રોડ પર વોક વે અને સાઇકલ ટ્રેક ઉપર અવરોધરૂપ દબાણો દૂર કરવા દૂકાનદારોને પણ ચીમકી આપી હતી.પોલીસે દૂકાનદારોને તેમના ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક ન થાય તેની જવાબદારી દૂકાનદારોની રહેશે તેવું જણાવી હવે પછી દૂકાનદારોના ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક થશે તો તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વિકસતા વિસ્તારમાં અબ્રામાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું
વલસાડમાં પોશ વિસ્તારમાં સૌ પ્રથમ તિથલ રોડ એરિયાનો સમાવેશ થાય છે.તિથલરોડ બાદ શહેરમાં વિકાસની ગતિએ વેગ પકડતાં અબ્રામા ઝોન વિસ્તારે સૌથી વધુ વિકાસની ઝડપ પકડી લીધી હતી.આ વિસ્તાર નવી સોસાયટીઓ,રોહાઉસિસ,બંગલા,એપાર્ટમેન્ટથી વિકસીત થવા સાથે કોમર્શિયલ બાંધકામોથી વિકાસ વધુ આગળ ધપી રહ્યો છે.ત્યારે આ રોડ પર લોકોને સુવિધાઓ મળી શકે તે માટે વોક વે અને સાઇકલ ટ્રેકનું પણ પાલિકા શાસકોએ આયોજન પાર પાડ્યું હતું,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.