ભાજપના ગઢમાં ગાબડું:કપરાડાના 4થી 5 ગામના સરપંચ સહિત 500 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે વલસાડ જિલ્લાની હાઈ પ્રોફાઈલ બેઠક કપરાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપમાં ગાબડું પડ્યું હતું. આજે કપરાડા બેઠક પર 4થી 5 ગામના સરપંચો અને સ્થાનિક 500 જેટલા કાર્યકરોએ BJP છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસ તરફથી વસંત પટેલ ઉમેદવાર
AICC મેમ્બર ગૌરવ પડ્યા અને કોંગ્રેસના નેતા વિજય દેસાઈ, હરેશ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. તમામ લોકો કોંગ્રેસના ઉમેદવાર વસંત પટલેના સમર્થનમાં આગળ આવ્યાં હતા. આ બેઠક પર ભાજપ તરફથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ કોંગ્રેસ તરફથી વસંત પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.

પાણી પુરવઠા મંત્રીના ગઢમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચારણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 4થી 5 ગામોના સરપંચ અને 500 જેટલા કાર્યકરોએ BJPથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા.

વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને AICC મેમ્બર ગૌરવ પડ્યા, કોંગ્રેસના નેતા વિજય દેસાઈ અને હરેશ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જિલ્લાની કપરાડા બેઠક ઉપર ચૂંટણી પહેલા BJPના ગઢમાં ગાબડું પડ્યું હતું. રાજ્યના પાણી પુરવઠા મંત્રીના ગઢમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...