ગત વર્ષની કામગીરી:જિલ્લામાં અભયમ ટીમ ઘરેલું હિંસા સહિતના કેસોમાં 600 મહિલાઓ માટે આશિર્વાદરૂપ બની

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક, શારીરિક ત્રાસ, છેડતી, લગ્નજીવનના વિવાદો ઉકેલ્યા

વલસાડ જિલ્લામાં વિતેલા વર્ષ 2022માં ઘરેલું હિંસા સહિતના 593 જેટલા કેસમાં 181 અભયમ ટીમે મહિલાઓના વ્હારે આવી સામાજિક જવાબદારીના કાર્યને ઉજાગર કર્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ. આર.આઈ ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ, મનોરોગી મહિલાઓ અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

અભયમ હેલ્પલાઇન 24 કલાક વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે. જેથી દિન પ્રતિદિન મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.

વિખેરાતા પરિવારોને બચાવવા, અન્ય આવા કેસોમાં મદદ પૂરી પાડી
મહિલાઓ ઉપર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરૂરી કોલ મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા મદદરૂપ બનેલ છે.અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવારને બચાવી માનવીય કામગીરી કરી મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કરાવી સુરક્ષિત આશ્રય અપાવી અભયમ મદદરૂપ થઇ છે.

પ્રોફેશનલ ટીમ ની કામગીરી
અભયમ સરકારના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે . અભયમ મોબાઈલ એપ્લિકેશન ઉપયોગી નિવડી રહ્યું છે.

મહિલાઓને આપઘાતમાંથી ઉગારી આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનાં કેસમા આજે અભયમ વધુ ને વધુ સુદઢતાથી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ., સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ તો ગુજરાતની મહિલાઓ અભયમ ને પોતાની સાચી સખી સહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...