મદદની ગુહાર નાંખી:અભયમે પિતા અને પુત્રી વચ્ચેના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્યું`

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડની યુવતીએ પિતાના ઠપકાથી મદદ માગી હતી

વલસાડ તાલુકાના એક ગામમાં પિતા દ્વારા વારંવાર ઘરમાંથી નીકળી જા તથા મરી જા કહીને ઠપકાથી માઠું લાગી આવતાં એક અપરિણીત યુવતીએ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન વલસાડ સમક્ષ મદદની ગુહાર નાંખી હતી.જેના પગલે અભયમની ટીમ તાત્કાલિક યુવતીની મદદ માટે પહોચી જઇ પિતાને સમજાવીને બંન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

181 અભયમ ટીમના જણાવ્યા અનુસાર વલસાડ નજીક એક ગામમાં રહેતી યુવતીના પિતા નિવૃત સરકારી કર્મચારી છે અને હાલ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના પિતા જીવનની ભાગદોડ અને વધુ પડતા કામના ભારણને કારણે નાની-નાની બાબતોમાં ચિડાઇ જતાં પિતા-પુત્રી વચ્ચે અવાર-નવાર કામની તથા અન્ય બાબતે ઝગડાઓ થતા હતા.

તેમના પિતા વારંવાર મીનાને ઘરમાંથી નીકળી જા, ‘તું કંઈ કામની નથી અને મરી જા એમ કહી ઠપકો આપતા હતા. તેથી આ ઝગડાઓથી કંટાળી છેવટે મીનાએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી. 181ની ટીમે પિતાને સમજાવી પુખ્ત વયના બાળકો પ્રત્યે અપશબ્દો કે કડક વલણ દાખવવાથી એમનું વર્તન બદલી શકાતું નથી. સમજાવટ બાદ પિતાએ પોતે અપશબ્દો કે કડક વલણ નહી દાખવે તેની ખાત્રી આપતા પિતા પુત્રીમાં સુખદ સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...