ભાસ્કર વિશેષ:વલસાડ સિવિલમાં સારવાર અંતે CWC ટીમ સમક્ષ ત્યજેલું નવજાત શિશુ રજૂ કરી દેવાયું

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ પહેલા સેલવાસથી મળેલું શિશુ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ હતું

સેલવાસ ખાતેથી 2 માસ પહેલા ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા બાદ આ શિશુને વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ શનિવારે રજૂ કરવામાં આવ્યું હતું.શિશુને ચેરપર્સનને સુપરત કરવામાં આવતાં તેની પર્યાપ્ત પ્રક્રિયા બાદ ચીખલીના ખુંધ ખાતે શિશુગૃહમાં મોકલી દેવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ સેલવાસથી બે માસ અગાઉ ત્યજી દેવાયેલા શિશુને ખુબજ કાળજીપૂર્વકની તપાસ બાદ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું હતું.વલસાડ CWCના અધ્યક્ષ સોનલબેન સોલંકીના જણાવ્યા અનુસાર નિષ્ઠુર માતા દ્વારા આ શિશુને ત્યજી દેવામાં આવતાં તેને સારવારની અનિવાર્યતા ઉભી થઇ હતી.

જેને વલસાડ સિવિલમાં સારી રીતે સારવાર અને તેની સંભાળ લેવાયા બાદ શનિવારે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.અધ્યક્ષ સોનલબેને બાળકની કાળજી અ્ને રક્ષણને ધ્યાને રાખી ચીખલીના ખુંધ સ્થિત ચિલ્ડ્રન હોમ ખાતે સંભાળપૂર્વક મોકલવામાં આવ્યું હતું.

વારસ આવ્યા હતા, પરંતુ DNA બાદ નિર્ણય કરાશે
સેલવાસ ખાતેથી 2 માસ પહેલા મળેલા આ શિશુને સિવિલમાં સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયું હતું.જેની સંભાળ માટે ચીખલી ખુંધ શિશુ ગૃહમાં મોકલાયું છે.તેના વાલીવારસ મળ્યા છે પરંતુ બાળકના ડીએનએ બાદ જ આ શિશુ અંગે નિર્ણય કરવામાં આવશે.નવજાત શિશુઓને ત્યજી દેવાના બનાવો ચિંતાજનક રીતે વારંવાર બની રહ્યા છે.જેને રોકવા માટે સરકારે ખુબ કડક કાયદા અને સખત કાર્યવાહી કરવાની જરૂરિયાત હવે વર્તાઇ રહી છે. > સોનલબેન સોલંકી, ચેરમેન, CWC, વલસાડ

અન્ય સમાચારો પણ છે...